મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો અલગ અલગ યૂઝર્સે શેર કર્યો છે. આ વીડિયોમાં એક પોલીસ કર્મચારી અને જીમ ટ્રેનર વચ્ચે પુશ-અપ ચેલેન્જ થઈ રહી છે. ટ્વીટ મુજબ, એવું કહેવાઈ રહ્યું છે કે આ ચેલેન્જ વીડિયો મેક્સિકો સિટીનો છે. અહીં જીમ ટ્રેનર પ્રોટેસ્ટ કરી રહ્યો હતો. તે જીમ ખોલવાને લઈને પ્રોટેસ્ટ કરી રહ્યો હતો. 

આપને જણાવી દઈએ કે કોરોનાને કારણે ત્યાં જીમ બંધ છે. તેવામાં જીમ બિઝનેસ પર ઘણી અસર પડી રહી છે. આપને શું લાગે છે કે આ ચેલેન્જમાં કોણ જીતશે, પોલીસકર્મી કે પછી જીમ ટ્રેનર? અહીં ચેલેન્જમાં જીમ ટ્રેનર હારે છે અને પોલીસ કર્મચારી જીતી જાય છે. લોકોએ પોલીસ કર્મીને તો પસંદ કર્યો જ પરંતુ લોકોએ જીમ ટ્રેનરને પણ ઘણો પસંદ કર્યો કારણ કે તે હારી ગયો હતો છતાં તેણે જીતનાર પોલીસ કર્મચારી માટે તાલીઓનો વરસાદ કરી નાખ્યો હતો. પણ એ બધું તો ઠીક તમે કેટલા પુશ-અપ મારી શકો છો? આમ તો ઘણા યૂઝર્સે આ વીડિયો શેર કર્યો છે જેમાં અમુકનો વીડિયો અહીં દર્શાવાયો છે.