મેરાન્યૂઝ નેટવર્ક.અમરેલી: અમરેલી પંથકમાં સિંહ જોવા મળવાની ઘટનાઓ રોજીંદી બની ગઈ છે, પરંતુ ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા એક મુસાફરના કેમેરામાં સિંહ, સિંહણ અને બાળસિંહો સહિત 10થી વધુનો સિંહ પરિવાર કેદ થયો હતો. એક સાથે સિંહ પરિવારનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો છે.

લીલીયાના ટીબડી નજીક 10 કરતા વધારે સિંહ, સિંહણ અને બાળસિંહોનો એક પરિવાર રસ્તા પર આવ્યો હતો. દરમિયાન ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતા એક મુસાફરે આ સિંહ પરિવારને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. બાદમાં આ સિંહ પરિવાર લીલીયાના અંટાલીયા નજીક પહોંચ્યો હતો. હાલ સોશ્યલ મીડિયામાં આ વીડિયો ભારે ધૂમ મચાવી રહ્યો છે. અને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો છે.