મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીયો જુગાડ લગાવવામાં ઘણા આગળ રહેતા હોય છે. ઓછા ખર્ચ અને મહેનતે કેટલાક લોકો કામ કઢાવી લેવાની આવડતથી ઘણા જાણિતા થયા છે. સોશિયલ મીડિયા પર ઘણા જુગાડના વિડિયો વાયરલ થતાં હોય છે. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો હતો જ્યાં એક ભારતીયએ નાના અને મોટા ફળોને અલગ કરવા માટે ગજબનો જુગાડ કર્યો હતો. તેનો વીડિયો પણ અહીં અહેવાલના અંતમાં દર્શાવીશું. તેણે ત્રણ બોક્સના ઉપર બે લોખંડના સળીયા મુકી ફળોને સ્પીન કરવાના શરુ કરી દીધા. મોટા ફળ આઘલ વાળા બોક્સમાં પડી રહ્યા હતા જ્યારે નાના પાછળના બોક્સમાં. આ વચ્ચે હર્ષ ગોયેન્કાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ભારતીય ખેડૂતો મગફળીને પાંદાઓથી છૂટી પાડી રહ્યા છે. જોકે આ વીડિયો જોવામાં એટલે મજા આવે તેવો છે કારણ કે ખેડૂતોએ જે જુગાડ લગાવ્યો છે તે જોઈને સહુ કહી ઉઠે કે શું આઈડિયા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ખેડૂતો ખેતરમાં છે અને તેમણે ત્યાં મગફળીના ઘણા છોડવાઓ મુકેલા છે. સાથે જ એક બાઈક પણ ડબલ સ્ટેન્ડ પર ઊભી કરેલી છે. તે ચાલુ છે અને હવે ખેડૂતો તેના ટાયરમાં છોડવાઓને ફસાવીને મગફળી અલગ કરી રહ્યા છે. આ જુગાડને જોઈને આરપીજી એન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોયેન્કા પણ તેમના ફેન થઈ ગયા હતા.


 

 

 

 

 

તેમણે આ વીડિયો વર્ષ 2018માં શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું. ભારતીય ખેડૂતો દ્વારા મગફળીની ખેતી. બજાજ અને હોન્ડા શેરની કિંમતો માટે મોટી ખુશખબર. આ વીડિયોને 600થી વધુ લાઈક્સ અને 100થી વધુ રિટ્વીટ્સ મળી ચુક્યા છે. લોકોને આ વીડિયો ઘણો પસંદ પડી રહ્યો છે.

જુઓ જુગાડના આ વીડિયોઝ, તમે પણ કહેશો શું વાત છે