મેરાન્યૂઝ નેટવર્ક.મધ્ય પ્રદેશઃ મધ્ય પ્રદેશના એક યુવકે અનોખા લગ્ન કર્યા છે. આવું લગભગ કોઈએ ક્યાંય જોયું નહીં હોય. આ વ્યક્તિએ એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કર્યા અને સાથ ફેરા લીધા છે. એક યુવતી તેની પ્રેમિકા હતી તો બીજી તેના મમ્મી-પપ્પાની પસંદની યુવતી હતી. મીડિયા રિપોર્ટ્સ મૂજબ આ અનોખો મામલો એમપીના બૈતૂલનો છે, જ્યાં રહેનારા સંદપી ઉઈકેએ 8 જુલાઈએ જિલ્લાના મુઓખ્યાલયથી લગભગ 40 કિમી દૂર ઘોડાડોંગરી બ્લોકના કેરિયા ગામમાં આ લગ્ન કર્યા હતા.

ભોપાલમાં થયો હતો યુવકને પ્રેમ

આઈએનએસ મુજબ, કેરિયા ગામમાં રહેનારા સંદીપના લગ્ન જે બે યુવતીઓ સાથે થયા તેમાં એક હોશંગાબાદ જિલ્લા અને બીજી ઘોડાડોંગરી બ્લોકના કોયલારી ગામની રહેવાસી છે. સંદીપ હોશંગાબાદની યુવતીના ત્યારે સંપર્કમાં આવ્યો હતો જ્યારે તે ભોપાલમાં ભણતો હતો.

પંચાયતમાં લેવાયો નિર્ણય

બીજી બાજુ યુવકના માતા-પિતાએ તેના લગ્ન પરિવારની પસંદ સાથે કરવા માટે કહ્યું. તેવામાં મામલો વધ્યો અને પંચાયત બોલાવવામાં આવી જેમાં નક્કી થયું કે જો બંને યુવતીઓ સંદીપ સાથે લગ્ન કરી રહેવા માટે રાજી હોય તો પછી તેમના લગ્ન કરાવી દેવામાં આવે. જેના પર બંને યુવતીએ લગ્ન માટે હા પાડી હતી.

ત્રણે પરિવારોને નથી કોઈ વાંધો

લગ્ન પ્રસંગ કેરિયા ગામમાં યોજાયો હતો, જેમાં વરરાજા અને બંને વરરાણીના પરિવાર ઉપરાંત ગામના ઘણા લોકો શામેલ થયા હતા. જનપદ પંચાયત ઘોડાડોંગરીના ઉપાધ્યક્ષ અને લગ્ન સાક્ષી મિશ્રીલાલ પરતેએ કહ્યું કે, ત્રણેય પરિવારોને આ લગ્ન સાથે કોઈ વાંધો નથી અને તેમણે પોતાને તેમની સાથે જ આગળ વધવાનો નિર્ણય કર્યો છે. જોકે આ લગ્ન અંગે જે જે લોકોએ જણ્યું તેમાંથી ઘણા કે જેમના એક લગ્નના વાંધા છે તેઓ જીવ બાળવા લાગ્યા તો ઘણા જેઓ લગ્નથી પરેશાન છે તેઓ કહેવા લાગ્યા કે ભાઈના ઘરે રાવણ ના નિકળે તો સારું...