મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અશ્વેતો સાથે વર્તનને લઈને અમેરિકા એકવાર ફરીથી ઉકળી રહ્યું છે. મિનેસોટોમાં 46 વર્ષિય ફ્લોયડના મૃત્યુ પછી પુરા અમેરિકામાં હિંસક પ્રદર્શન થઈ ચુક્યા છે. અહીં સુધી કે તેની જ્વાળાઓ વ્હાઈટ હાઉસ સુધી પણ પહોંચી ગઈ છે. જોકે આ કોઈ પહેલી વાર નથી કે જ્યારે અમેરિકામાં અશ્વેતો સાથે થઈ રહેલા વર્તન પર લોકો રોડ પર ઉતર્યા હોય.

ઈતિહાસ ઘણો જુનો છે. ખાસ કરીને અશ્વેતો સાથે પોલીસના વર્તનને લઈને. પોલીસ હિંસાના રેકોર્ડ રાખનારા સંગ -મેપિંગ પોલીસ વાયોલન્સ- મુજબ વર્ષ 2013થી 2019 વચ્ચે જ અમેરિકી પોલીસની કાર્યવાહીમાં 7666 અશ્વેત લોકો માર્યા ગયા છે. આ આંકડો ચૌંકાવનારો છે. અમેરિકામાં અશ્વેતોની વસ્તિની વાત કરીએ તો તેની હિસ્સેદારી ફક્ત 13 ટકા જ છે, પરંતુ પોલીસના હુમલા તેમના પર વધુ થાય છે. આંકડાઓ મુજબ શ્વેત અમેરિકીઓની તુલનામાં અઢી ગણા વધુ અશ્વેત પોલીસની ગોળીથી માર્યા ગયા છે.

લગભગ દર મહિને એક અશ્વેતનું મોત

મેપિંગ પોલીસ વાયોલન્સના મુજબ વર્ષમાં એવો એક પણ નથી વિત્યો, જેમાં પોલીસના હાથે કોઈ અશ્વેતનું મોત ન થયું હોય. સરેરાશે 27 દિવસ જ એવા વિતે છે, જ્યારે પોલીસે કોઈ અશ્વેતને ન માર્યો હોય. 2019માં તો એક જ દિવસમાં નવથી વધુ અશ્વેત નાગરિકોની મોત થઈ હતી.

જોકે અમેરિકામાં પચાસમાંથી મોટાભાગના પ્રાંતોમાં પોલીસ હિંસામાં અશ્વેત માર્યા ગયા છે. પરંતુ કેલિફોર્નિયા, ફ્લોરિડા અને ટેક્સાસમાં સ્થિતિ વધુ ગંભીર છે. ગત કેટલાક વર્ષોમાં પોલીસની ગોળીથી સૌથી વધુ લોકો આ જ પ્રાંતોમાં માર્યા ગયા છે. આ ઉપરાંત અમેરિકાના અન્ય પ્રાંતોની વાત કરીએ તો અહીં પણ સ્થિતિમાં વધુ કોઈ મોટો સુધારો નથી. વોશિંગટનમાં વર્ષ 2013થી 19 દરમિયાન પચીસ લોકોએ પોલીસ કાર્યવાહીમાં પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે લુઈસિયાના, ઈલિનોઈસ, નોર્થ કેરોલીના, પેંસિલ્વેનિયા, ન્યૂયોર્ક અને જ્યોર્જિયા સહિત ઘણા પ્રાંતોમાં પણ ઘણા અશ્વેતોના જીવ ગયા છે.

જોકે અહીં થોડી સ્થિતિ સારી છે

અમેરિકાના કેટલાક એવા પણ પ્રાંત છે, જ્યાં અશ્વેતોના માટે સ્થિતિ સારી છે. મોંટાના, નોર્થ એન્ડ સાઉથ ડકોતા, વ્યોમિંગ, ન્યૂ હૈમશાયર, વર્મોટમાં છ વર્ષમાં એક પણ એવી અપ્રિય ઘટના નથી બની.