મેરાન્યૂઝ નેટવર્ક.કાનપુરઃ Vikas Dubey Encounter, કાનપુરમાં 8 પોલીસ કર્મચારીઓની હત્યા કરનારો અને છ દિવસ સુધી પોલીસના હાથે ન આવનારો વિકાસ દુબે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર થઈ ગયો છે. આપને જણાવી દઈએ કે કાનપુર લાવી રહેલી એસટીએફની કાફલાની ગાડી આજે સવારે દુર્ઘટનાનો શિકાર થઈ હતી. કાનપુરના નજીકમાં જ આ અકસ્માત થયો હતો. પોલીસના અનુસાર ઘટના પછી પોલીસની બંદુક છીનવીને વિકાસ ભાગવાના પ્રયત્નો કરતો હતો. આ દરમિયાન તે કુખ્યાત અપરાધી માર્યો ગયો. પોલીસનું કહેવું છે કે તેણે પોલીસ પર ઘણી ગોળીઓ ચલાવી જેના જવાબમાં પોલીસે આત્મરક્ષામાં ગોળીઓ ચલાવી. આ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા પછી વિકાસને હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

વિકાસની ધરપકડ ત્યારે કરવામાં આવી હતી જ્યારે તે મહાકાલના દર્શન કરવા મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં આવ્યો હતો. ગૌરક્ષકની ઓળખ બાદ મધ્યપ્રદેશ પોલીસે તેની ધરપકડ કરી હતી. ગઈકાલે રાત્રે મધ્ય પ્રદેશ પોલીસે તેને ઉત્તર પ્રદેશ પોલીસને સોંપ્યો હતો.

પોલીસે આપ્યું આ નિવેદન

વિકાસ દુબેની એન્કાઉન્ટર બાદ ઉત્તર પ્રદેશ પોલીસે નિવેદન બહાર પાડ્યું હતું કે જ્યારે આરોપી વિકાસ દુબેને કાનપુરથી ઉજ્જૈન લઈ આવી રહ્યો હતો ત્યારે વાહનનો અકસ્માત સર્જાયો અને વાહન પલટાઈ ગયું. વાહન પલટી ગયા બાદ વિકાસ દુબેએ ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીની પિસ્તોલ છીનવી લીધી હતી અને નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર વિકાસ દુબેને ઘેરી લેવામાં આવ્યો હતો અને શરણાગતિ આપવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ વિકાસને શરણાગતિ આપવાને બદલે પોલીસ પર ફાયરિંગ થયું હતું. પોલીસે સેલ્ફ ડિફેન્સ પર ફાયરિંગ પણ કર્યું હતું. જેમાં હિસ્ટ્રિશિટર ઘાયલ થયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

કેવી રીતે થયું એન્કાઉન્ટર

જાણકારી અનુસાર વિકાસ દુબેને લઈને રવાના થયેલી ગાડમાં સૌથી આગળ ચાલી રહેલી ગાડીએ ગુનાના ટોલ પ્લાઝા સ્ટોપર પર સ્પીડમાં ટક્કર મારી દીધી. ટક્કર માર્યા પછી કાફલામાં ચાલી રહેલી અન્ય ગાડીઓએ સ્પીડમાં બ્રેક લગાવી અને તમામ કાર અસંતુલિત થઈ ગઈ. વિકાસ દુબે બીજા નંબરી જ ગાડીમાં બે લોકો સાથે વચ્ચેની સીટ પર બેઠેલો હતો. ગાડી પલ્ટી ખાઈ ગઈ કે તેવો જ ઈજાગ્રસ્ત થયેલા વિકાસે ભાગવાના પ્રયત્નો શરૂ કરી દીધા. તેણે એક પોલીસ કર્મચારીની પિસ્તોલ નિકાળી લીધી અને ત્યાંથી ભાગવાના પ્રયત્ન કરવા લાગ્યો. આ દરમિયાન પોલીસે તેને મારી નાખ્યો.