મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : દેશમાં છેલ્લા ત્રણ મહિલા જેટલા સમયથી ચાલી રહેલા ખેડૂત આંદોલનથી સમગ્ર દેશ પ્રભાવિત થયો છે. ત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે એવા સમયે ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા તરીકે ઓળખાતા ભારતીય કિસાન સંઘે  ગુજરાતમાં ખેડૂતોના કોઈ જ પ્રશ્નો નથી તેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદન પછી અરવલ્લી કિસાન સંઘ જીલ્લામાં ખેડૂતોના પડતર પ્રશ્નો અંગેની ઢગલો સમસ્યાઓ સાથે અરવલ્લી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને મુખ્યમંત્રીના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
 
અરવલ્લી જીલ્લા કિસાન સંઘે જીલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર ને આવેદનપત્ર આપી જીલ્લામાં સિંચાઈથી વંચીત વિસ્તારોમાંજે ખેડૂતો ના સંખ્યા બંધ પ્રશ્નો અકબંધ છે અને દિલ્હીમાં જ્યારે લાંબા સમયથી ખેડૂતો નું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે મુખ્ય મંત્રી રૂપાણી ના ખેડૂતો ના કોઈ પ્રશ્નો પડતર નથી એવા મન્સુરી મુજબના નિવેદન થી અરવલ્લી જિલ્લાના અસંખ્ય ખેડૂતો અને કિસાન સંગઠનો સમસમી ઉઠ્યા છે અને મુખ્યમંત્રી ના આવા નિવેદનથી ગુસ્સે ભરાયેલા ખેડૂતો એ ભારે ખેદ સાથે કલેકટર અરવલ્લી ને આવેદનપત્ર આપી ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું અને કરેંગે યા મરેંગે ના જુસ્સા સાથે ચૂંટણીમાં જોઈ લેવાનું જણાવ્યું હતું. ચૂંટણી ટાણે હવે ગણતરીના ના જ દિવસો બાકી છે ત્યારે ગુજરાતના અનેક ખેડૂતો સરકારના નિવેદનથી રોષે ભરાયેલા છે ત્યારે ચૂંટણીમાં નવાજુની ના એંધાણ વર્તાઈ રહ્યાં છે.