મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટઃ રાજકોટ શહેર હાલ લાઈટ્સ અને શુસોભનથી ઝગમગી ગયું છે. આગામી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસના પર્વે સરકાર દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમો થકી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવતીકાલ તા. 24મીથી જ રાજકોટ આવી જશે અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી સુધી અહીં રાજકોટમાં રહેશે.

આ ઉપરાંત કરોડોના કામોના લોકાર્પણ-ખાતમૂહુર્ત પણ કરવામાં આવશે. ઉજવણીમાં વિરાણી શાળાના મેદાનમાં નેહા ક્ક્કર નાઈટનો રંગારંગ જલ્સો યોજાશે. રાજકોટમાં આવતીકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઉપસ્થિતિમાં સાંજે ૬ વાગ્યાથી સાંજ ૬.૪પ સુધીમાં ચૌધરી હાઈસ્કૂલ ખાતે પોલીસ વિભાગ આયોજીત શસ્ત્ર પ્રદર્શન, મશાલ પીટી સહિતનો કાર્યક્રમ યોજાના૨ છે. આ કાર્યક્રમ બાદ ૭.૨પ થી ૭.૩પ દ૨મ્યાન રેસકોર્ષ મેદાન ખાતે લાઈટીંગ પ્રોજેકટ લોકાર્પણ તથા ખાનગી શાળાનો કાર્યક્રમ યોજાશે.

રાત્રે ૮.૩૦ થી ૧૦ વાગ્યા સુધી મ઼નપા. આયોજીત જુના ફિલ્મી ગીતોનો સુમધુ૨ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત આવતીકાલે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં સવારે ૯ થી ૯.૪પ મહાનગ૨પાલિકા કાર્યક્રમ, સવારે ૧૦ થી ૧૦.૪પ રાજકોટ જિલ્લા કલેકટ૨ કચેરી ખાતે ફલેગ ઓફ યુનિટીનો કાર્યક્રમ, ૧૧ થી ૧૧.૪પ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે યુથ લેજીસ્લેચ૨ ઉપરાંત ૧૧ થી ૧૨.૪પ દ૨મ્યાન માર્ગ-મકાન વિભાગના વિવિધ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત ક૨વામાં આવશે જેમાં માધાપ૨ ચોકડીએ ફલાય ઓવ૨-અન્ડ૨ પાસનું ખાતમુહૂર્ત મુખ્ય કાર્યક્રમ બની ૨હેશે.