મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતમાં અચાનક વાતાવરણમાં થયેલા પલ્ટાને કારણે સવારના સમયમાં ગાઢ ધૂમ્મસ છવાઈ ગયું હતું. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે ઉપર 80થી 100ની સ્પીડ પર દોડતા વાહન ચાલકો 50 ફૂટ દૂર સુધી પણ જોઈ શક્તા ન્હોતા જેના પરિણામે અમદાવાદ-વડોદરા અને વડોદરાથી અમદાવાદ આવનારા 50 કરતાં વધુ કાર અને ટ્રક એક બીજા પાછળ ભટકાઈ ગઈ હતી. આ દૃશ્ય જોઈ હેબતાઈ ગયેલા વાહન ચાલકોએ ડરીને પોતાના વાહનો હાઈવે ઉપર જ સાઈડમાં પાર્ક કરી દીધા હતા.

એક્સપ્રેસ વે ઉપર પ્રવેશ કરતાં વાહન ચાલકોને ગાઢ ધૂમ્મસ હોવાની માહિતી આપી ટોલ પ્લાઝાા અધિકારીઓએ ચાલકોને પોતના વાહનોની ઝડપ નિયંત્રિત રાખવાની સૂચના આપવાની જરૂર હતી, પરંતુ આવી કોઈ પણ ચેતવણી ટોલ પ્લાઝાના અધિકારીઓએ વાહન ચાલકોને આપી નહીં. સવારના સુમારે એક્સપ્રેસ હાઈવે ઉપર રોજની ઝડપે દોડી રહેલા વાહનો ગાઢ ધૂમ્મસમાં અટવાઈ ગયા હતા. આગળ જઈ રહેલું વાહન પોતાની સ્પીડ ઘટાડે અથવા બ્રેક મારે તેવા સંજોગોના કારણે બંને તરફ 50થી કાર અને ટ્રક એક બીજા સાથે ભટકાઈ ગઈ હતી. જેના કારણે અનેક સ્થળોએ ટ્રાફીક જામ પણ લાગ્યો હતો. જ્યારે આ દૃશ્ય જોઈ જરી ગયેલા અનેક વાહન ચાલકોએ જોખમ લેવાનું ટાળી પોતાના વાહન અને ટ્રક ધૂમ્મસ ઘટે નહીં ત્યાં સુધી રસ્તાની ડાબી તરફ પાર્ક કરી દીધા હતા.

આમ તો એક્સપ્રેસ વે પર વાહન પાર્ક કરવાની મનાઈ છે પરંતુ ધૂમ્મસને કારણે ઊભી થયેલી આકસ્મીક પરિસ્થિતિમાં સાઈડમાં વાહન પાર્ક કરી દેવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. જુઓ વીડિયો.