મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ હાલ રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે સૌ કોઈ ચિંતાતુર બન્યાં છે. કોરોના વાયરસ સામેની લડાઈમાં હવે સેલેબ્રિટીઓથી માંડી અને આમ જનતા પણ પોતાનું યોગદાન આપી રહી છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ પણ ૨૧ લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે. વડાપ્રધાન રાહત ફંડમાં તેમને આ 21 લાખ રૂપિયા જમા કરાવ્યાનું સોશિયલ મીડિયામાં વીડિયો મૂકી જાહેર કર્યું છે. તો સાથે જ લોકોને અપીલ કરી છે કે વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલ તમામ સૂચનાનું દેશવાસીઓ પાલન કરે અને કોરોના સામેની લડાઈમાં સરકાર અને તંત્રના હાથ વધુમાં વધુ મજબુત કરે. જુઓ વીડિયો