મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ વર્ષ-૧૯૭૯ પછી ૨૭ વર્ષ બાદ મહીસાગર જીલ્લાના જંગલોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વાઘ જોવા મળ્યો હતો ફેબ્રુઆરી-૨૦૧૯માં મહિસાગર અને પંચમહાલ જિલ્લાની સરહદે સ્થાનિક શિક્ષક મહેશભાઈ મહેરાએ પહેલીવાર વાઘને જોયો હતો અને કેમેરામાં કેદ કરતા જે બાદમાં તેને શોધવા માટે વન વિભાગના ૨૦૦ થી વધુ લોકો કામે લાગ્યા હતા. આખરે મહીસાગરના ગઢ ગામે ગત તા. ૬ ફેબ્રુઆરી ૨૦૧૯માં  દેખાયેલો વાઘ ૨૫ કિ.મી. દૂર સંત જંગલમાં રાતે 9થી 10 વાગ્યાની વચ્ચે વન-વિભાગ દ્વારા લગાવાયેલા નાઇટ વિઝન કેમેરામાં કેદ થયો હતો. થોડા સમયમાં વાઘ મૃત હાલતમાં મળી આવતા વનવિભાગ તંત્ર અને વન્ય પ્રેમીઓમાં ભારે નિરાશા ફેલાયી હતી ત્યારે વધુ એકવાર સંતરામપુર તાલુકાના ઉબેર ટેકરા ગ્રામ્ય વિસ્તારમાં દીપડોને લોકોએ વાઘ સમજી વીડિયો વાયરલ કરતા વનવિભાગ તંત્રમાં ભારે દોડધામ મચી હતી. વનવિભાગ તંત્રે ઉબેર ટેકરા વિસ્તાર સહીત આજુબાજુના જંગલમાં સર્ચ ઓપરેશન હાથધરી સ્થળ પરથી મળી આવેલ નિશાનના આધારે વાઘ નહીં પણ દીપડો હોવાનું જાહેર કર્યું હતું.

મહિસાગરના સંતરામપુર તાલુકામાં ઉબેર ટેકરા પાસે ફરી એકવાર વાઘના ભણકાર સંભળાયા હતા પરંતુ આ ભણકારા “વાઘ આવ્યો રે વાઘ આવ્યો” જેમ સાબિત થયા હતા ઉબેર ટેકરા વિસ્તારમાં દીપડો જોવા મળતા આ અંગે કોઈ શખ્શે વિડીયો ઉતાર્યો હતો અને સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકો વીડિયોમાં દેખાતો દીપડો વાઘ સમજી બેઠા હતા અને સંતરામપુરના જંગલમાં વાઘ દેખાયો હોવાની વાત ગ્રામ્ય વિસ્તારોમાં વાયુ વેગે પ્રસરતા લોકોએ વધુ એક વાર મહિસાગરના જંગલના મોટા પહાડોમા વાઘ રહેતો હોવાનું અને તેમને પણ જોવા મળ્યો હોવાનો દાવો કરતા મહીસાગર જિલ્લા વનવિભાગ તંત્ર દોડતું થયું હતું અને ઉબેર ટેકરા સહીત જંગલ અને આજુબાજુના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથધર્યું હતું અને વીડિયોમાં દેખાયેલ પ્રાણી વાઘ નહિ પરંતુ દીપડો હોવાની પુષ્ટિ કરી હતી.