મેરાન્યૂઝ નેટવર્ક.કાબુલઃ અફ્ઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાંથી તાલિબાનોનું ગંભીર રૂપ તમે જોયું જ હશે, પણ જ્યારે આખી જીંદગી નફરતમાં વિતાવી દીધી હોય અને અચાનક સુવ્યવસ્થિત જીંદગી જોવા મળે, તો શું થાય તે અહીંના વાયરલ થયેલા કેટલાક વીડિયો પરથી જોઈ શકાય છે.  તેઓ આ વીડિયોાં થીમ પાર્કમાં હિંચકા, ટ્રૈમ્પોલિટ પર ઉછળ કુદ કરતાં, રાઈડ્સની મજા માણતા જોવા મળ્યા હતા.

અફ્ઘાનિસ્તાનમાં જ્યાં સામાન્ય લોકોની હાલત એવી છે કે તેઓ દેશ છોડવા પોતાનો જીવ દાંવ પર લગાવવા માડ્યા છે ત્યાં આ બાજુ તાલિબાનોના મોંઢા પર એક નવી દુનિયા જોયાનું અચરજ જોવા મળી રહ્યું છે. 

Advertisement


 

 

 

 

 

રામ ગોપાલ વર્માએ અફઘાનિસ્તાનનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તાલિબાની રમકડાની કાર ચલાવતા જોવા મળ્યા હતા, જેના પર ઘણી પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. તે પછી ગાયક અદનાન સામીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તાલિબાનીઓ વિચિત્ર રીતે જિમ કરી રહ્યા હતા. આ મારફતે અદનામ સામીએ અમેરિકા પર કટાક્ષ પણ કર્યો હતો. પરંતુ સોશિયલ મીડિયા પર તાલિબાનીઓના વીડિયો સતત આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જાવેદ અખ્તરે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, 'અમેરિકા કેવું મહાસત્તા છે કે તે તાલિબાન નામના આ બર્બર લોકોને ખતમ કરી શક્યું નથી. તે કેવું વિશ્વ છે કે જેણે અફઘાન મહિલાઓને આ કટ્ટરવાદીઓની દયા પર છોડી દીધી છે. માનવ અધિકારોના રક્ષક હોવાનો દાવો કરનારા તમામ પશ્ચિમી દેશો માટે શરમજનક.

Advertisement