મેરાન્યૂઝ નેટવર્ક, સુરત: ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે રાજ્યમાં બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાના અનેક પ્રયત્નો થાય છે. જેમાં પોલીસ દ્વારા આરોપીઓ અને દારૂ જપ્ત કરવામાં આવે છે. આજે સુરત પોલીસ દ્વારા વર્ષ 2019-20માં ગેરકાયદે જપ્ત કરાયેલ દારૂ પર બુલડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો. 

આ બાબતે ડીસીપીએ જણાવ્યું હતું કે, શહેરના ડીંડોલી પ્રમુખ પાર્ક ભાથેના રોડ પર અધિકારીઓની હાજરીમાં કોપોદ્રા, વરાછા, ડીંડોલી, સરથાણા, ઉધના, લીંબાયત અને ઘોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 705 ગુનાના કેસમાં જપ્ત કરવામાં આવેલ 46 હજાર 800 બોટલ વિદેશી દારૂ કે જેની કિંમત 55 લાખ 56 હજાર જેટલી થાય છે તેના પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.