મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી-સાબરકાબઠા જીલ્લામાં નગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ પણ હારનું પરિબળ બનતું હોય છે લોકસભાની ૫૪૨ બેઠકો પર યોજાયેલી ચૂંટણીની માટેની મતગણતરી ૧૪ કલાક જેટલો જ સમયગાળો બાકી છે ત્યારે સાબરકાંઠા લોકસભાની બેઠક માટે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ લોકસભા બેઠક પર કોંગ્રેસની હાર થાય તો તેના માટે કોંગ્રેસનો આંતરિક વિખવાદ અને જુથવાદનું પરિણામ હોઈ શકે છે તેવું પરિણામોના થોડાક કલાકો પહેલા નિવેદન આપતા કોંગ્રેસના રાજકારણમાં વમળો સર્જાયા છે. બીજીબાજુ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં આનંદ જોવા મળ્યો હતો.

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મોડાસાના ધારાસભ્યને લઇને મોટુ નિવેદન આપ્યું હતું. 

સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર કોંગ્રેસના આંતરિક વિખવાદને લઇને હાર થવાની ચિંતા વ્યક્ત કરતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

પત્રકાર પરિષદમાં તેમણે પત્રકારોના સવાલના એક જવાબમાં મોટુ નિવેદન આપતા કોંગ્રેસ પાર્ટીમાં ચાલતા વિવાદને જવાબદાર ઠેરવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલા ક્યાંકને ક્યાંક વિવાદ ચાલ્યો હોવાનું સામે આવ્યું છે. લોકસભા બેઠકના ઉમેદવાર સાથે  ટેલિફોનિક વાત પણ ન થતી હોવાનું જાણવા મળ્યું હતું. ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસી અગ્રણીઓ સામે આંગળી ચીંધી તેમના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર સમયે તેમની બાદબાદી કરાઈ હોવાનું અને ચૂંટણી પ્રચાર સમયે બાયડ ખાતે તાલુકા કાર્યાલયમાં ધવલસિંહ ઝાલાના બેનર કેટલાક લોકોએ ફાડી નાખ્યાનો મોટો આક્ષેપ કર્યો હતો.