મેરાન્યૂઝ નેટવર્ક.ચેન્નાઈઃ ચેન્નાઈમાં રોયાપેટ્ટાના ડો. વસંત રોડ પર સ્થિત એક કપડાની દુકાનને શુક્રવારે સીલ કરી દેવામાં આવી હતી. કારણ કે અહીં લાગ્યો હતો સેલ જેના કારણે લોકોની ભીડ એકત્ર થઈ ગઈ અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડી ગયા હતા. લોકો આ સસ્તા સામાનની દુનિયામાં એવા ગુમ થઈ ગયા કે તેમને કોરોના પણ યાદ આવ્યો નહીં. એટલે જ પોલીસે ભીડને વિખેરી નાખી અને બાદમાં સ્ટોર પર તાળા લગાવી દીધા. (Video અહેવાલના અંતમાં દર્શાવ્યો છે)

વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો મોટી સંખ્યામાં સ્ટોર પાસે હાજર છે. ઘણાઓએ માસ્ક પહેર્યા નથી. કેટલાકે પહેર્યા છે પરંતુ ફક્ત જોવા પુરતા. જ્યારે પોલીસે લોકોને ઘરે જવાનું કહ્યું તો તે દુકાનમાં ઘૂસવાના પ્રયત્નો કરવા લાગ્યા. રિપોર્ટ મુજબ, આ દુકાન હાલમાં જ ખોલવામાં આવી છે જ્યાં 999માં 9 શર્ટ અને 9 રૂપિયામાં એક ટી-શર્ટ વેચવામાં આવી રહી હતી. એવી ઓફરના કારણે લોકોની અહીં ભીડ જમા થઈ ગઈ હતી.

સ્ટોર અસ્થાઈ રુપે સીલ

ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશન (જીસીસી)એ તેનામપેટ ઝોનલ અધિકારી દ ન્યૂઝ મિનટને કહ્યું કે અમને જાણકારી મળી હતી કે દુકાનની બહાર ભીડ એકત્ર થઈ ગઈ છે અને સ્ટોર સીલ કરી દેવાયો છે. શોપ ઓનરની પિટીશન પછી અમે આગળ કાર્યવાહી કરીશું. ત્યાં જ પોલીસે કહ્યું કે સ્ટોર મેનેજમેન્ટ સામે અત્યાર સુધી કોઈ ફરિયાદ અને કેસ નથી દાખલ થયા (આ લખાય છે ત્યાં સુધી), પણ સ્ટોરને અસ્થાઈ રુપે સીલ કરી દેવાયો છે.

દરમિયાન, ફક્ત 4 સપ્ટેમ્બરે ચેન્નાઈની સિવિક બોડીએ કહ્યું કે શહેરમાં માસ્ક ન પહેરવા પર 600 રૂપિયા લોકો પર દંડ લગાવવામાં આવ્યો. જ્યારે તે દુકાનદારો પાસે 2.45 લાખ રૂપિયાનો દંડ વસુલાયો છે જે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં અસક્ષમ રહ્યા હતા. અને હાં, 40 દુકાનોને પણ સીલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે તમિલનાડુ સરકારે લોકડાઉનમાં કેટલીક ઢીલ આપી છે, પણ કોરોાના કેસમાં વૃદ્ધી હજુ ચાલુ છે. રાજ્યમાં કોરોનાના કુલ 4.46 લાખ કેસ આવી ચુક્યા છે.