મેરાન્યૂઝ.નેટવર્ક, અમદાવાદ: સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં કેવડીયા કોલોની ખાતે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે. અમદાવાદના જેડી નગરવાલા સ્ટેડીયમમાંથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યુ છે જેમાં મુ્ખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેવાના છે જયારે અમદાવાદના સરદાર પટેલ પોલીસ સ્ટેડીયમથી એક ખાસ પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યુ છે.

જેમાં પોલીસ બાઈકર્સ, ટ્રાફિક પોલીસ, સ્ટેટ રીર્ઝવ પોલીસ, મહિલા પોલીસ ઘોડેસવાર પોલીસ અને પોલીસ દળના બોમ્બ સ્કવોર્ડના વાહનો આ પરેડનું  ખાસ આકર્ષણ રહેશે, બુધવારના રોજ જોઈન્ટ પોલીસ કમિશનર અમીત વિશ્વકર્માએ તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યુ હતું અને વિષ્વકર્માની હાજરીમાં પરેડનું રીહર્સલ યોજવામાં આવ્યુ હતું જુઓ વિડીયો