મેરાન્યૂઝ નેટવર્ક.દિલ્હીઃ વિશ્વ હિન્દુ પરિષદના ઈતિહાસમાં પહેલી વખત થયેલી અધ્યક્ષની ચૂંટણીમાં વર્તમાન રાધવ રેડ્ડ્ની હાર થઈ છે. જયારે પુર્વ ન્યાયાધીશ સદાશી રાધવ કોકજેને જીતેલા જાહેર કરવામાં આવ્યા છે. હમણાં સુધી વિશ્વ હિન્દુ પરિષદમાં ડૉ પ્રવિણ તોગડિયાનો જ સીક્કો ચાલતો હતો, અને તેઓ અધ્યક્ષ માટે જેમના નામની દરખાસ્ત મુકે તેને સર્વાનુમતે અધ્યક્ષ તરીકે મુકવામાં આવતા હતા, પરંતુ પરિષદના ઈતિહાસમાં પહેલી વખત ચૂંટણી થઈ જેમાં રાઘવ રેડ્ડી સામે સદાશીવ કોકજે ઊભા રહ્યા હતા, જેમનો પરિષદના કામ સાથે દુર દુર સુધી કોઈ સંબંધ નહીં હોવા છતાં નરેન્દ્ર મોદીની સૂચનાથી તેમણે ઉમેદવારી કરી રહી અને તેઓ ચૂંટણી જીતી ગયા છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં ભુવનેશ્વારમાં અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ હતી, પણ ટેકનીકલ કારણસર ચૂંટણી અટકી હતી જે તા 14મી એપ્રિલના રોડ દિલ્હી ખાતે યોજવામાં આવી હતી, જો કે ચૂંટણીના બે દિવસ પહેલા પ્રવિણ તોગડિયા દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો. પરિષદમાં જેમને મત આપવાનો અધિકાર છે તેમને ડરાવી ધ મકાવી, મુખ્યમંત્રીઓ દ્વારા કોને મત આપવાનો તેની સૂચના આવી રહી છે. શનિવારના રોજ દિલ્હી ખાતે થયેલી ચૂંટણીના પરિણામ જાહેર છતાં ડૉ. પ્રવિણ તોગડિયા જુથમાં સન્નાટો છવાઈ ગયો હતો કારણ તોગડિયા તરફી રેડ્ડી હારી ગયા હતા, જ્યારે મોદી તરફથી કોકજે જીતી ગયા હતા.

1970ના દસકમાં ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં પોતાની રાજકીય સફર કરનાર પ્રવિણ તોગડિયા અને નરેન્દ્ર મોદી ત્રણ દાયકા સુધી સાથે કામ કરતા ગયા પરંતુ 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા પછી મોદી અને તોગડિયામાં અંતર વધવાની શરૂઆત થઈ હતી. 2002ના તોફાન વખત સુધી તેઓ સાથે હતા પણ ત્યાર બાદ ઝડપથી તેઓ એકબીજાથી દુર જવા લાગ્યા હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી તેઓ હિન્દુ એજન્ડા પ્રમાણે તેઓ કામ કરતા નથી તેવો પણ તોગડિયાએ તેમની ઉપર આરોપ મુકયો હતો. તોગડિયા અને મોદી વચ્ચે પડેલી તીરાડ સંધાય અને તેઓ સાથે કામ કરે તેવા સંઘ તરફથી થયેલા પ્રયત્ન નિષ્ફળ ગયા હતા.

આખરે નરેન્દ્ર મોદીએ વિશ્વ હિન્દુ પરિષદમાંથી પ્રવિણ તોગડિયાની હકાલપટ્ટી થાય તેવો તખ્તો ઘડયો હતો અને પહેલી વખત પરિષદના ઈતિહાસમાં ચૂંટણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો કારણે સદાશીલ કોકજેએ ઉમેદવારી કરતા બંધારણ અનુસાર ચૂંટણી કરવી પડે તેમ હતી. આખરે નરેન્દ્ર મોદી જીતી ગયા અને પ્રવિણ તોગડિયા હારી ગયા હતા. હવે પરિષદમાંથી પ્રવિણ તોગડિયાને તમામ જવાબદારીમાંથી મુકત કરી દેવામાં આવશે તે નક્કી જ છે અથવા પ્રવિણ તોગડિયાને નરેન્દ્ર મોદી તમામ શરતો માનવી પડશે તો જ તેમનું અસ્તીત્વ પરિષદમાં સંભવ છે.

તોગડિયાએ પત્રકારો સાથે વાતચિત કરતાં જણાવ્યું કે, હિન્દુત્વને દબાવવા માટે શાસન કર્તાઓએ ખુબ મહેનત કરી પરંતુ હું ભારતની 100 કરોડ જનતાનો હિન્દુ અવાજ છું. હવે હું વિશ્વ હિન્દુ પરિષદમાં રહ્યો નથી. મેં હિન્દુત્વ માટે મારી ધીક્તી કમાણી અને પરિવાર છોડ્યું છે પણ હું હિન્દુત્વની લડાઈ છોડીશ નહીં. દેશના ગરીબો, પછાતો, બેરોજગારો, સ્ત્રીઓ અને ખેડૂતોને ટેકાના ભાવ મળે તે માટે તા.17મી એપ્રિલથી અમદાવાદમાં આમરણાંત ઉપવાસની શરૂ આત કરીશ