મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણના પિતા વીરુ દેવગન ખૂબ મોટા એક્શન ડિરેક્ટર હતા. વિરુ દેવગને દિગ્દર્શક સ્ટન્ટ્સ અને એક્શન સિક્વન્સ ઉપરાંત 'હિન્દુસ્તાન કી કસમ' જેવી ફિલ્મ્સ પણ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં અભિનેતા અજય દેવગન મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત અમિતાભ બચ્ચન પણ તેમની સાથે મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. અજય દેવગન તેના પિતા વીરુ દેવગનને તેની પ્રેરણા માને છે. તાજેતરમાં જ, અજય દેવગણનો એક જૂનો વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં, સાજિદ ખાને અજય દેવગણ સાથેનો એક જુનો કિસ્સો યાદ કરતાં કહ્યું છે કે, "અજયની એક સફેદ જીપ હતી જેમાં અમે બધા ફરતા હતા. હોલિડે હોટલ નજીક એક નાની ગલી હતી.  જ્યાંથી અચાનક પતંગ પાછળ દોડી રહેલ એક બાળક ખબર નથી તે ક્યાંથી આવ્યો . જીપ ફૂલ સ્પીડમાં હતી ત્યારે અમે બ્રેક મારી દીધી .જો કે, બાળકને વાગ્યું નહતું. તે ડરી ગયો અને રડવા લાગ્યો. ખબર નહિ ક્યાંથી હજારો લોકો એકઠા થયા. અમે તેમને સમજાવવા પ્રયાસ કરી રહ્યા હતા કે આમાં અજયનો કોઈ દોષ નથી અને બાળક પણ બરાબર છે. "


 

 

 

 

 
વીડિયોમાં સાજિદ ખાન આગળ કહે છે, "પણ લોકો કહેવા લાગ્યા કે 'બહાર નીકળો, બહાર નીકળો, તમે બધા અમીર લોકો ખૂબ જ સ્પીડમાં વાહન ચલાવો છો.' પછી શું થયું તે કઈ ખબર ના પડી. 10 મિનિટ પછી અજય (અજય દેવગણ) ના પિતા વીરુ દેવગણ ને ખબર મળી.એ જ સમયે 150 થી 250 ફાઇટર્સ  સાથે ઘટના સ્થળે આવી ગયા, તે બિલકુલ હિન્દી ફિલ્મના દ્રશ્ય જેવું હતું.