મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઘણીવાર વિવાદોમાં સપડાઈ છે ત્યારે હાલમાં જ આ યુનિવર્સિટીનો મોટો છબરડો સામે આવ્યો છે. અહીં 4 ડિસેમ્બરે યોજાયેલી પરીક્ષાના પરિણામોમાં વિદ્યાર્થીઓને કુલ માર્કસ કરતાં પણ વધુ માર્કસ આપી દેવામાં આવ્યા છે. જેને કારણે એબીવીપી દ્વારા યુનિ.ના કુલપતિને આવેદન આપી જવાબદારો સામે પગલા લેવાની માગ કરી છે.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાના પરિણામોમાં યુનિવર્સિટીએ એવું ગોતું માર્યું છે કે વિદ્યાર્થીઓ પણ આવી ભુલો ન કરે તેવી ભુલો ભણેલાઓએ કરી છે. અહીં બીએ સેમેસ્ટર 3ની ગત 4 ડિસેમ્બરે પરીક્ષા લેવામાં આવી હતી. દરમિયાન જ્યારે પરિણામોની જાહેરાત કરવામાં આવી તો પરિણામો વિદ્યાર્થીઓ માટે ચોંકાવનારા હતા. વિદ્યાર્થીઓને અહીં 50 માર્ક્સના પેપરમાં 75 અને 74 માર્ક્સ આપી દીધા હતા. ગંભીર ચેડાને બદલે ભારે ઉહાપોહ મચ્યો હતો.

વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા યુનિવર્સિટીની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને યુનિવર્સિટીના કુલપતિને આવેદન આપ્યું હતું. તેમણે આ ઉપરાંત કુલપતિને માગણી કરી હતી કે જવાબદારો વિરુદ્ધ કડક પગલા લેવા જોઈએ. 

Advertisement


 

 

 

 

 

પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન એજ્યુકેશન અને પરીક્ષાઓમાં ઘણા છબરડાઓ જોવા મળ્યા હતા. હવે આવું જ કાંઈક વીર નર્મદ દ. ગુજરાત યુનિ.ની 4 ડિસેમ્બરે યોજાયેલી બીએ સેમેસ્ટર ત્રણની પરીક્ષામાં બન્યું છે. આ દરમિયાન હોમ સાયન્સ 5 હ્યુમન ડેવલપમેન્ટ વિષયની પરીક્ષાના પરિણામો ગત 4 ડિસેમ્બરે જાહેર થયું ત્યારે 74 અને 75 જેવા માર્ક્સ મળતા તેઓ ચોંકી ગયા હતા. જોકે આવું એકાદ કેસમાં બન્યું ન્હોતું પરંતુ આવા તો દસ વિદ્યાર્થીઓ હતા જેમના માર્કેસ પચાસ કરતાં વધુ હતા.

જોકે આ અંગે કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાનું કહેવું છે કે, ટેક્નીકલ ખામીને કારણે વિદ્યાર્થીઓના લોગઇન બે વખત થયા હતા. જેન કારણે આમ થયું હતું. અગાઉ વિદ્યાર્થીઓને એક વખત લોગઇનમાં સમસ્યા આવી તો તે પછી ફરી લોગઇન કરાયું હતું. જેને કારણે માર્ક્સ ડબલ થઈ ગયા હતા. ટેક્નીકલ સમસ્યા જે તે સમયે દુર કરવામાં આવી અને માર્ક્સ સુધારી વિદ્યાર્થીઓને ફરીથી માર્ક્સની જાણ પણ કરવામાં આવશે.