મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ મોડી રાત્રે વાયુ વાવાઝોડું ગુજરાત તરફથી ઓમાન તરફ ફંટાયુ છે. વાવાઝોડાની દિશા બદલાઈ પરંતુ સ્પીડ તેની વધી ગઈ છે. જે તે સમયે 135થી 150 સુધીની સ્પીડ હતી પરંતુ ઓમાન તરફ ફરી ગયેલા આ વાવાઝોડાની ઝડપ 200 કિમી સુધીની થઈ ગઈ છે. જેને પગલે ગુજરાતના દરિયા કિનારાઓના વિસ્તારો પર ભારે પવન ફૂંકાશે અને વરસા પડશે. હાલ જોકે 15મી જુન સુધી વાવાઝોડાનો ભય ટળ્યો છે.

એક હવામાન એન્સી એવી સ્કાયમેટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વાયુ વાવાઝોડું ગુજરાત પર નહીં ત્રાટકે, ગુજરાતમાં તેની અસર નહીં થાય. જોકે પોરબંદર, દ્વારકા અને ઓખાના દરિયાકાંઠાની નજીકથી જ આ વાવાઝોડું પસાર થઈ જાય તેવી શક્યતાઓ છે. લો પ્રેશરમાંથી ભયંકર વાવાઝોડામાં પરિવર્તિત થયેલું ‘વાયુ’ વાવાઝોડું કદાચ ગુજરાતના દરિયાકાંઠે નહીં અથડાય. હાલ જે કેટેગરી 2નું વાવાઝોડું છે તે કેટેગરી 1માં પરિવર્તિત થાય તેવી સંભાવના છે.