મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ લોકડાઉન-૧ માં સલામત ગણાતા અરવલ્લી જિલ્લામાં લોકડાઉન-૨ અને ૩ માં કોરોના બૉમ્બ વિસ્ફોટ થતાં કોરોના પોઝેટીવ દર્દીઓનો આંકડો ૭૯ એ પહોંચ્યો હતો. જેમાં બે લોકોને કોરોના ભરખી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. અરવલ્લી જિલ્લાના ગ્રામિણ વિસ્તારમાં વ્યાપેલા કોરોના વાયરસ સામે વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની અસરકાર સારવાર થી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ ઝડપથી કોરોનનો મ્હાત આપી રહ્યા છે. મોડાસાની કોવીડ હોસ્પિટમાંથી ૨૨ દર્દીઓ કોરોનાને ગત રોજ રજા આપવામાં આવ્યા બાદ વાત્રક કોવીડ હોસ્પિટલમાં ૨૧ દર્દીઓ કોરોના થી સ્વસ્થ થતા રજા આપવામાં આવતાં ઉપસ્થિત ર્ડાકટરો, નર્સ અને સ્ટાફે તાળીઓથી અભિવાદન કરી હોસ્પિટલમાંથી વિદાય આપી હતી. 

અરવલ્લી જિલ્લામાં કોરોનાના નોંધાયેલા ૭૯ કેસ માંથી ૬૨ જેટલા દર્દીઓ સ્વસ્થ થયા છે હાલ ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે ભિલોડાના કુશાલપુરના વૃધ્ધા અને મોડાસાનો યુવક કોરોના સામે જંગ હારી જતા મોત નીપજ્યું હતું. શુક્રવારે વાત્રક કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ૨૧ કોરોનાગ્રસ્ત દર્દીઓમાં કોરોનાના લક્ષણ દેખાતા બંધ થયા બાદ તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાદમાં બીજો રીપોર્ટ પણ નેગેટિવ આવતા કોરોના સામે જંગ જીતનાર ૨૧ દર્દીઓને વાત્રક કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સે તાળીઓના સન્માન સાથે વિદાય આપી હતી. કોરોના વોરિયર્સ અને કોરોનાના દર્દીઓની હિંમતને બિરદાવવા મોટી સંખ્યામાં ડોક્ટર્સ અને નર્સ હાજર રહ્યા હતા.કોરોનાને મ્હાત આપનાર તમામ દર્દીઓએ વાત્રક કોવીડ હોસ્પિટલ રાજ્યની સર્વશ્રેષ્ઠ કોવીડ હોસ્પિટલ હોવાનું અને સારવાર આપનાર કોરોના વોરિયર્સ એવા તબીબો, આરોગ્ય કર્મચારીઓ,સફાઈ કામદારો અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરી નવજીવન આપ્યું હોવાનું જણાવ્યું હતું .