મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈ: બોલીવુડ અભિનેતા વરૂણ ધવને તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે મુંબઈના અલીબાગ સ્થિત ધ મેન્શન હાઉસમાં લગ્ન કર્યા છે. બંનેના લગ્નનો પહેલો ફોટો સામે આવ્યો છે જેમાં બંને એક બીજાના હાથ પકડીને સાત ફેરા લેતા નજરે પડે છે. વરૂણ ધવન અને નતાશા દલાલના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેના પર સેલેબ્સથી લઈને ચાહકો સુધી તેઓ અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વરૂણના લગ્નનો ફોટો વેમ્પલાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.

જણાવી દઈએ કે વરૂણ ધવન અને નતાશા દલાલ વર્ષોથી રિલેશનશિપમાં છે. વરુણ અને નતાશા છઠ્ઠા વર્ગથી મિત્રો છે, તાજેતરમાં કરીના કપૂર ખાન ખાનના ચેટ શો What Women Want પર વાત કરતા વરૂણ ધવને તેની લવ સ્ટોરી વિશે ઘણી રસપ્રદ વાતો જાહેર કરી હતી.


 

 

 

 

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો વરુણ ધવન તાજેતરમાં જ કુલી નંબર વન ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન તેમના પિતા ડેવિડ ધવન દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં સારા અલી ખાન, શિખા તલસાનીયા, પરેશ રાવલ, રાજપાલ યાદવ અને અન્ય ઘણા સ્ટાર્સ પણ  જોવા મળ્યા હતા.