મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: અમદાવાદના જીએમડીસી મેદાન પર યોજાયેલ અમદાવાદ ફૂડ ફેસ્ટીવલમાં જુદી જુદી ફાઈવ સ્ટાર હોટલોની સાથે સૌથી લોકપ્રિય એવું સ્ટ્રીટ ફૂડ કાર્નિવલ પણ અલાયદું ગોઠવાયું છે. અહી જુદી જુદી સ્ટ્રીટ ફૂડસની આઈટમો સાથે અવનવા સ્ટોલ પણ જોવા મળ્યા હતા. જેમાં ‘પંજાબી ચસકા’ નામનો સ્ટોલ સૌથી જુદી ફૂડ આઈટમો સાથે લોકોની જીભના ચટાકાને સ્પર્શી ગયો. ૨૦૧૫ થી શરુ થયેલ અમદાવાદ ફૂડ ફેસ્ટીવલ એક આગવી શૈલીમાં ખવૈયાઓને આકર્ષિત કરે છે.

પંજાબી ચસકાની ફેમસ આઈટમો જોઈએ તો ચીકન મસાલા પૂરી, વ્હોલ ચીકન પિઝ્ઝા જેમાં કોઈ મેળાનું મિશ્રણ નહિ એ લોકોને ખુબ જ પસંદ પડ્યો હતો.

જયારે અન્ય એક આઈટમ કે જેને લોકોને ઘેલું લગાડ્યું હતું એ લખનૌની મટન ગલૌતી કબાબ’ એ માત્ર અ મુલાકાતીઓનું જ નહિ પરંતુ અહી આવનારા ફૂડ સ્પેશિઅલિસ્ટ અને વિવેચકોની જીભને પણ રસ તરબોળ કરી ગઈ હતી. જેમના કેટલાક ખ્યાતામ ફૂડ સ્પેશિઅલિસ્ટ જેમકે મિર્ચ મસાલાના રુશાદ જીનવાલા, કે.બોબના રોહિત ખન્ના, કોકના રાજેશ પાલ સિંહે પણ આ વાનગીઓને વખાણી હતી અને અન્ય મુલાકાતીઓને આ વાનગીઓનો રસાસ્વાદ લેવા પંજાબી ચસકાની મુલાકાત લેવા જણાવ્યું હતું. આ સિવાય ઈંડાની પણ નવીન વાનગીઓનો ચટાકેદાર સ્વાદ લોકોએ આ ફૂડ ફેસ્ટીવલમાં માણ્યો હતો.

પંજાબી ચસકાના આલોક ખુર્રે એ તેમના આ પ્રયાસને અમદાવાદીઓ અને ચીકનની લજ્જતદાર વાનગીઓનો શોખ ધરાવનારાઓ માટે અમદાવાદ ખાતે એક નવી રેસીપી અને નવા અભિગમ સાથેનો સ્ટ્રીટ ફૂડનો ટ્રેન્ડ સેટ કરશે એમ જણાવ્યું હતું.

 એકંદરે ૩૦ હોટેલ્સ, ૩૦ સ્ટ્રીટ ફૂડ સ્ટોલ્સ, ૩૦ અને ૧૫ થી ૨૦ જેટલા કાફે અને અન્ય લૌંજ અહી રસીયાઓને તેમની વાનગી ચાખવા આકર્ષે છે.