મેહુલ પટેલ (મેરાન્યૂઝ.વલસાડ): વલસાડ નગરપાલિકા સતત વિવાદ માં છે ત્યારે આજરોજ યોજાયેલ વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન અપક્ષ સભ્ય રાજુભાઇ મરચા સહિત કેટલાક સભ્યો કેદી ના પહેરવેશમાં આવી અનોખી રીતે નગરપાલિકાના તંત્ર સામે વિરોધ કર્યો હતો.

વલસાડ નગરપાલિકા પર છેલ્લાં કેટલાંય વર્ષોથી વિવાદોનું ભૂત ધૂંણતું રહે છે.ભ્રષ્ટાચાર કો સમસ્યા અનેક વાર આ નગરપાલિકાના વહીવટ સામે નગરપાલિકાની જનતાથી લઈ કેટલાક સભ્યો વિરોધ કરતા આવ્યા છે.ત્યારે આજરોજ વલસાડ નગરપાલિકાની સામાન્ય સભામાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઇ મરચા તેમજ એક અન્ય બે સભ્ય કેદી ના પહેરવેશમાં આવ્યા હતા. આ બાબતે રાજુભાઇ મરચા એ જણાવ્યું હતું કે આજે કેદી ના વેશમાં આવવાનું કારણ એ છે કે નગરપાલિકાના કથળેલ વહીવટ સામે અમે પ્રજાની સમસ્યા ઓ જેવી કે રસ્તા ,પાણી કે અન્ય કોઈ પણ બાબતે અમે રજુઆત કે વિરોધ કરીએ તો પોલીસને બોલાવી અમારી ધરપકડ કરવામાં આવે છે.તો બીજી બાજુ અમે બોર્ડમાં ધારદાર રજુઆત કરીએ તો સભ્યપદ રદ કરવાની નોટિસ આપવામાં આવે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે  સૌથી વલસાડ નગરપાલિકાની જનતા માટે સૌથી દુઃખદ બાબત એ છે કર્મચારીઓના દરેક વિભાગના ખન્ડમાં કર્મચારીઓ સાથે ઉગ્ર રજુઆત કે ગેરવર્ણર્તુક વર્તન કરે તો કાયદેસર ગુનો હોવાની વાત કરી છે ત્યારે નાગરિકો સમસ્યા રજૂ કરતા ડર અનુભવશે એ સ્વાભાવિક જ છે જેનો અમારો વિરોધ છે તો બોર્ડ લગાવવા હોય તો કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરે તો કયો ગુનો એ લગાવોને?

હાલ તો દિવાળી ટાણે જ યોજાયેલ આ સામાન્ય સભામાં કેદી ના પહેરવેશમાં આવી ને કેટલાક સભ્યોએ અનોખી રીતે વિરોધ કર્યો હતો.