મેરાન્યૂઝ નેટવર્ક.વલસાડ : દારૂ હેરાફેરી માટે ખેપિયાઓ અવનવી યુક્તિ અજમાવતા હોય છે. ક્યારેક કાર કે બાઈકમાં ચોરખાનું બનાવતા હોય છે તો ક્યારેક કોઈ સામાનની આડમાં દારૂની હેરાફેરી કરતા હોય છે. પોલીસે સઘન પેટ્રોલિંગ હાથધરાતા બુટલેગરો પોલીસની નજરથી બચવા અવનવા કીમિયા અપનાવી નાના- મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા મરણિયા બનતા હોય છે.પરંતુ પોલીસ પણ સચોટ બાતમીદાર મારફતે આવા ખેપિયાઓને ઝડપી પાડતી આવી છે. ફરી એકવાર પારડી પોલીસે ખેપિયાની દારૂ હેરાફેરી કરવાની એક યુક્તિને નિષ્ફળ કરી છે.

પારડી પોલીસે ગઈકાલેના રોજ સવારે નેશનલ હાઇવે પર પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ને મળેલી બાતમી આધારે વોચ ગોઠવી ટેમ્પો નંબર Gj-15-AT-2026 આવતા પોલીસે અટકાવ્યો હતો અને ટેમ્પાની તલાશી લેતા ટેમ્પો ખાલીખમ મળી આવ્યો હતો. પરંતુ ટેમ્પામાં દારૂની હેરાફેરી કરતી હોવાની સચોટ બાતમીદાર મારફતે બાતમી મળી હોવાથી પોલીસે ઝીણવટ ભરી તલાશી લેતા પોલીસ દારૂ સંતાડવાની યુકતિ જોઈ ચોંકી ઉઠી હતી કારણકે ટેમ્પો અને તેની કેબીન ખાલીખમ મળ્યા હતા અને સાથે કોઈપણ જાતના ચોર ખાના પણ મળ્યા ન હતા પરંતુ દારૂ હેરાફેરી માટે ખેપિયાએ ટેમ્પાના પાછળના ભાગે હુડ પર સેલોટેપ લગાવી દારૂની બોટલો મૂકી દીધી હતી અને જેના પર તાંડપત્રી બાંધી બિંદાસ દારૂ લઈ જતો હતો.

પોલીસે આ ટેમ્પા માંથી દારૂની 362 બોટલ નંગ જેની કિંમત રૂ 63, 800નો દારૂ કબ્જે લોધો હતો. અને 2 લાખનો ટેમ્પો કબ્જે કરી ટેમ્પોચાલક વિરેન્દ્ર વસંતભાઈ ભોયા રહે કાજલી કપરાડા અને ગણેશ દીપકભાઈ ચીખલીયા રહે ઓરવાડ ડુંગર ફળિયા ની ધરપકડ કરી હતી સાથે દમણ થી દારૂ ભરાવનાર મોટી વાંકડ નો વિનોદ પટેલ ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ સુરત ખાતે દારૂ મંગાવનાર બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.