મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે વડતાલ મંદિર કમિટીના ચેરમેન દેવ સ્વામીનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દેવ સ્વામી સુરત ખાતે સત્સંગ કામ અર્થે ગયા હતાં જ્યાં તેમને કોરોનાનું સંક્રમણ લાગતા સરકાર માન્ય કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. 

બીજી તરફ સોમવારે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડ 902 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં તથા 10 લોકોના મોત થયા હતાં. રાજ્યમાં હાલ કોરોનાના 74 દર્દીઓ વેન્ટીલેટર પર છે. ગુજરાતમાં હાલ કોરોનાના 10945 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 2057 થયો છે. સોમવારે સુરત શહેરમાં 207, અમદાવાદ શહેરમાં 152, સુરત જિલ્લામાં 80, વડોદરા શહેરમાં 61 અને જિલ્લામાં 13, જુનાગઢ શહેરમાં 12 અને જિલ્લામાં 34, અમરેલીમાં 29, સુરેન્દ્રનગરમાં 26, ભાવનગર શહેરમાં 24 અને જિલ્લામાં 16, રાજકોટ શહેરમાં 22 અને જિલ્લામાં 12, ખેડામાં 19, નવસારીમાં 19, દાહોદમાં 16, ગાંધીનગર શહેરમાં 9 અને જિલ્લામાં 16, ભરૂચમાં 15, બનાસકાંઠામાં 12, મહેસાણામાં 12, જામનગર શહેરમાં 10 અને જિલ્લામાં 3, પાટણમાં 10, આણંદમાં 9, મોરબીમાં 9, વલસાડમાં 8, કચ્છમાં 7, સાબરકાંઠમાં 7, મહીસાગરમાં 5, પોરબંદરમાં 4, અરવલ્લીમાં 3, છોટાઉદેપુરમાં 3, પંચમહાલમાં 3, બોટાદમાં 2 અને તાપીમાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે સુરત શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 3 અને ગાંધીનગર શહેર તથા મોરબીમાં એક-એકનું કોરોનાથી મોત થયું હતું.