મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરા ટ્રાફીક પોલીસે નવીન અભિયાન શરુ કર્યું છે. વડોદરામાં ટ્રાફીકના નિયમોનું પાલન કરાવવા વડોદરા ટ્રાફીક પોલીસે નવતર પ્રયોગ અંતર્ગત ટ્રાફીકના નિયમો પાળનારને તેમાં ફાયદો થશે. વડોદરાના પોલીસ કમિશનર શમશેર સિંગ દ્વારા આજે પત્રકાર પરિષદમાં આ અંગેની જાણકારી અપાઈ હતી. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરામાં હતા ત્યારે આ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી હતી અને તેમણે 'મેં ટ્રાફીક ચેમ્પ' નામના નવતર પ્રયોગનું લોન્ચિંગ કર્યું હતું. આ એક રસપ્રદ બાબત છે તો આવો જાણીએ કે આપ કઈ રીતે પેટ્રોલની કુપન મેળવી શકશો.

Advertisement


 

 

 

 

 

પોલીસ ટ્રાફીકના નિયમોના ભંગ કરનારાને દંડ કરતી હતી, પરંતુ હવે ટ્રાફીક પોલીસ નિયમો પાળનારને પ્રોત્સાહિત કરવા પેટ્રોલ આપશે. હાલમાં પેટ્રોલના ભાવ પણ આસમાને છે તો આ નવતર પ્રયોગ લોકો માટે પણ એટલો જ હીતકારી બની રહેશે તેવું હાલ તંત્રનું માનવું છે. બાબત એવી છે કે કમિશનર શમશેર સિંહના જણાવ્યાનુંસાર, રોજ 50 વ્યક્તિનું સિલેક્શન કરવામાં આવશે. આ 50 વ્યક્તિ એવી હશે જેમણે ટ્રાફીકના નિયમો પાળ્યા છે. જેમ કે હેલમેટ પહેરવું, ટ્રાફીક સિગ્નલ ફોલો કરવું, સિગ્નલ પર વાહન બંધ કરવું, ઝીબ્રા ક્રોસિંગના નિયમો પાળવા અને તેની અંદર વાહન સિગ્નલ પર ઊભું રાખવું, ચાલુ વાહને ફોન ન વાપરવો વગેરે બાબતોનું ધ્યાન રાખવું.

સ્વેચ્છાએ ટ્રાફીક નિયમોનું પાલન મુખ્ય હેતુ

જોકે પોલીસ એ પણ ધ્યાન રાખશે કે જે વ્યક્તિએ સિગ્નલ પર તમામ નિયમો પાળ્યા છે તેણે જે રસ્તે વાહન ચલાવ્યું ત્યાં તે રુટ પર તો કોઈ નિયમ તોડ્યા નથી. મતલબ કે તે વ્યક્તિનું તે દિવસનું એનાલિસિસ કે ઓબ્ઝર્વેશન કહી શકાય તે પ્રમાણે વિનર્સ નક્કી થશે. જેની કમિટિ બનાવાઈ છે જે કમિટિ દ્વારા કુપન પણ આપવામાં આવશે. દિવસ દરમિયાન આવા 50 વ્યક્તિને નક્કી કરાશે. પોલીસ તેનું મોનીટરિંગ કરશે. પોલીસનો હેતુ છે કે છેવાડાના વ્યક્તિ સુધી રોડ સલામતીનો સંદેશ પહોંચે નહીં ત્યાં સુધી તમામ પાસેથી સ્વેચ્છાએ નિયમ પાલન કરાવવું મુશ્કેલ છે. તેથી લોકો સ્વેચ્છાએ નિયમો પાળે તે વધુ અગત્યનું છે.

Advertisement


 

 

 

 

 

કેટલા રુપિયાની મળશે કુપન, અભિયાન ચાલશે આખું વર્ષ

પોલીસ કમિશનરના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી જ્યારે લોકો ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા હોય છે ત્યારે ટ્રાફીક પોલીસ પકડે ત્યારે પોલીસ અને લોકો વચ્ચે અણગમો ઊભો થતો હોય છે, ઘણીવાર ચકમક થઈ જતી હોય છે જે મામલો પોલીસ સ્ટેશન સુધી પણ આવતો હોય છે. જોકે આ ટ્રાફીક ચેમ અંતર્ગત માત્ર સીસીટીવીના મોનીટરિંગ પર જ ધ્યાન આપવામાં આવશે તેવું નથી પણ ચાર રસ્તા પર આ કમિટિના મેમ્બર્સ પણ રૂબરુ ઊભા રહેશે અને તેઓ જાતે પણ મોનીટરિંગ કરશે અને સિલેક્શન કરશે, ત્યાં જ કુપન પણ આપશે. આ ઉપરાંત તે ટ્રાફીક ચેમ્પને તેઓ સમ્માનીત પણ કરશે. ઈનામો આપશે, પોલીસ તેમને રૂપિયા 100ની પેટ્રોલની કુપન આપશે અને આ અભિયાન આખું વર્ષ ચાલવાનું છે.

ઓઈલ કંપનીઓ અને ડિલર્સ સહભાગી બનશે

પોલીસે જણાવ્યું છે કે, આ અભિયાનમાં તમામ ઓઈલ કંપનીઓ તેમજ મધ્ય ગુજરાત પેટ્રોલ અને ડીઝલ ડીલર્સ એસોશીએશનએ વડોદરા શહેર પોલીસના આ અભિયાનમાં સહભાગી થયા છે અને તેઓએ ફાળો પણ આપ્યો છે.