મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરા નજીક આવેલા વાઘોડિયાની આમોદર પાસે મોપેડ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ક્રેટા કારના ચાલકે મોપેડને પૂરપાટે ટક્કર મારતા મોપેડસવાર બંને હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. કાર ચાલકે સ્ટીઅરિંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર પણ શ્યામલ રેસિડન્સી પાસેના થાંભલા સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતમાં કાર ચાલક સહિત ડિઓ ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો. વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસેસુમનદીપ વિદ્યાપીઠના તબીબી વિદ્યાર્થી સામે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાશ શરૂ કરી છે.

શહેર નજીક આવેલા વાઘોડિયાની આમોદર પાસે મોપેડ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું મોત થયું હતું. જયારે બેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં પારુલ યુનિવર્સીટીની વિદ્યાર્થિની સહિત બે વિદ્યાર્થીઓ ડિઓ મોપેડ પર શ્યામલ કાઉન્ટી પાસેના પેટ્રોલપંપ પાસેથી પસાર થતા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલા સુમનદીપ વિદ્યાપીઠના તબીબી વિદ્યાર્થીએ મોપેડને ટક્કર મારી મોપેડ સવાર બંને વિદ્યાર્થીઓને હવામાં ફંગોળતા એકનું મોત નીપજ્યું હતું. બનાવ નાગે પારુલ યુનિના એડમિશન કાઉન્સીલરે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુમનદીપ વિદ્યાપીઠના તબીબી વિદ્યાર્થી સામે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાશ શરૂ કરી છે.

Advertisement


 

 

 

 

 

વાઘોડિયાની પારુલ યુનિવર્સીટીમાં ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરતી 23 વર્ષીય હર્ષિતા મનિચંદ્રા વેન્ટાપ્રગરડા (રહે. તોહટાવિધિ, ઇસ્ટ ગોદાવરી, આંધ્રપદેશ) ગત રાત્રે 11.30 વાગ્યે 19 વર્ષીય મિત્ર સાંઈકુમાર રેડ્ડી તુમાટી (રહે, પત્તાગુડમ, માંડલ, તેલંગાણા) સાથે ડિઓ મોપેડ પર પાછળ બેસી વડોદરા તરફ જવા નીકળ્યા હતા. દરમિયાન તેઓ શ્યામલ કાઉન્ટી પાસેના પેટ્રોલપંપ પાસેથી પસાર થતા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલા ક્રેટા કારના ચાલક 23 વર્ષીય પ્રાથ્વીક હાડાએ મોપેડને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.

આ અકસ્માતમાં ક્રેટા કારના ચાલકએ મોપેડને પૂરપાટે ટક્કર મારતા મોપેડસવાર હર્ષિતા અને સાંઈકુમાર હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જયારે પ્રાથ્વીકે પણ કારના સ્ટીઅરિંગ પરથી કાબુ ગુમાવતા તેની કાર શ્યામલ રેસિડન્સી પાસેના થાંભલા સાથે ધડાકાભેર ભટકાઈ હતી. અકસ્માતના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં ત્રણ્યને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ધીરજ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે ગમખ્વાર અકસ્માતના પગલે હર્ષિતાનું મોત નીપજ્યું હતું. તેમજ સાંઈકુમારને પણ ઈજાઓ પહોંચી હતી.

Advertisement


 

 

 

 

 

મળી રહેલી વિગતો અનુસાર, આ અકસ્માતમાં કારચાલક પ્રાથ્વીકને પણ ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ વાઘોડિયા પોલીસને કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક ધોરણે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથ્વીક પણ સુમનદીપ વિદ્યાલયમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હોવાની અને હાલમાં કોલજ કેમ્પસમાં રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ બનાવની જાણ પારુલ યુનિવર્સીટીમાં એડમિશન કાઉન્સીલર તરીકે ફરજ બજાવતા માધવ રેડ્ડીને કરવામાં આવતા તેણે સમગ્ર બનાવ અંગે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં કાર ચાલક પ્રાથ્વીક સામે મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાશ શરૂ કરી છે. બીજી તરફ બનાવ અંગે હર્ષિતાના પરિવારમાં જાણ કરવામાં આવતા પરિવાર પડી ભાંગ્યો છે. જયારે તબીબી સારવાર હેઠળ રહેલા સાંઈકુમારની પરિસ્થિતિ પણ નાજુક હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.