પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): દેશભરમાં દુષ્કર્મ સામે આક્રોશ વધી રહ્યો છે ત્યારે ગુજરાતની સંસ્કારી નગરી ગણાતા  વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ પાસે એક સગીર ઉપર બે નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હતો, આ આરોપીઓને ઝડપી લેવા માટે વડોદરા પોલીસની મદદે અમદાવાદ ક્રાઈમને મોકલવામાં આવી હતી, સતત ત્રણ દિવસની પોલીસની કવાયત બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ વડોદરાના તરસાલી વિસ્તારમાંથી આરોપીઓને ઝડપી લેવા માટે સફળ થઈ નથી પણ ઓપરેશન નવલખી પાર પાડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરેલી મહેનત કોઈ હિન્દી ફિલ્મના પ્લોટ જેવી છે.

વડોદરા દુશ્કર્મ કેસની ગંભીરતા સમજી ચુકેલા ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સામેલ કરવાનો નિર્ણય કરી અમદાવાદના પોલીસ કમિશનર આશીષ ભાટીયાને ક્રાઈમ બ્રાન્ચની ટીમને વડોદરા મોકલવાની સુચના આપી, જેના પગલે સ્પેશીયલ પોલીસ કમિશનર અજય તોમરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ગઠીત કરી જેમાં નાયબ પોલીસ કમિશનર દિપેન ભદ્નન પોલીસ ઈન્સપેકટર ડી બી બારડ, જે એન ચાવડા, આર એસ સુવેરા, કે જી ચૌધરી અને જસ્મીન રોજીયાને સામેલ કરવામાં આવ્યા તેની સાથે પીએસઆઈ એન એચ ચુડાસમા, એમ એચ શિણોલ અને આઈ એસ રબારી અને તેમના સ્ટાફને સામેલ કર્યા.

સ્પેશીયલ કમિશનર અજય તોમરની સુચના હતી કે ઓપરેશનમાં સામેલ તમામ સભ્યો પહેલા ઘટના સ્થળની મુલાકાત લેશે અને ત્યાર બાદ કામ શરૂ કરશે, જેના આધારે ડીપીસી દિપેન ભદ્રન સહિતની ટીમ વડોદરા પોલીસ, ઘટના સ્થળ જોવા માટેનો સમય રાતના બાર વાગ્યાનો પસંદ કર્યો અને પોલીસે પોતાના વાહનો નવલખી મેદાન પાસે પાર્ક કરી રાત અંધારામાં ઘટના સ્થળે જવાની શરૂઆત કરી અત્યંત ભેકાર જગ્યા અને અર્ધ જંગલ જેવી  જગ્યાઓ પોલીસ પહોંચી અને તેમણે સ્થળનું નિરીક્ષણ કર્યુ મેદાનથી લગભઘ દોઢ કિલોમીટર દુર દિવાલની પાછળ લઈ જઈ નરાધમોએ સગીરા ઉપર બે બે વખત બળાત્કાર ગુજાર્યો હતો , ઘટના સ્થળે ગયા તેના બીજા દિવસે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ ફરી પોતાની રીતે પીડાતા અલગ રીતે પુછપરછ કરી જેમાં કેટલીક મહત્વની ટીપ પોલીસને હાથ લાગી, જયારે ટીમમાં સામે ટેકનીકલ સર્વેલન્સ કરતી ટીમ નજીકના ટાવર લોકેશન મેળવી તેની ઉપર કામ કરવા લાગી હતી.

પિડીતાની પુછપરછમાં જે કામની બાબતો સામે આવી તેમાં આરોપીઓના શરીરમાંથી એક અલગ જ પ્રકારની તીવ્ર દુર્ગધ આવી રહી, અને આરોપીઓ ઘટના સ્થળે બીડી પણ પીધી હતી, પિડીયાને આરોપીઓ નવલખી મેદાનમાંથી સાડા આઠ વાગે ખેંચી ગયા હતા અને રાતના સાડા દસ વાગે છોડી હતી આમ પિડીતા આરોપીઓ સાથે બે કલાક હતી પિડીતાના કહેવા પ્રમાણે આરોપી ગરીબ અને સાવ સામાન્ય હતા કારણ એક આરોપીના પગમાં ચંપલ પણ ન્હોતી બ્રાન્ચ આ માહિતીને આધારે આસપાસ ઝુપડપટ્ટીમાં તપાસ શરૂ કરી  પણ કોઈ પરિણામ મળ્યુ નહીં પોલીસે બનાવ પહેલા સગીરા સાથે તેનો જે મિત્ર હતો તેની પણ પુછપરછ કરી તેણે કહ્યુ કે આરોપીઓ તેઓ બેઠા હતા તેની પાછળથી આવ્યા અને તેના માર મારતા તે ડરી ભાગી ગયો હતો.

જો કે ભાગ્યા પછી નવલખી મેદાનમાં બેઠેલા અન્ય યુગલોને જાણ કરી કહ્યુ કે તેની મિત્રને કોઈ ગુંડા ઝાડીમાં ખેંચી ગયા છે પણ એક પણ યુગલ તેની મદદે આવ્યુ નહીં આથી તેણે પોતાના મિત્રો અને પોલીસને જાણ કરી થોડીવારમાં મિત્રો અને પોલીસ પણ આવી તેઓ દુર દુર સુધી ખુલ્લા મેદાનમાં ટોર્ચની લાઈટના સહારે તપાસ કરતા રહ્યા પણ દિવાલ આવી જતા તેઓ ત્યાંથી પાછા ફર્યા હતા, ખરેખર પોલીસ અને સગીરાનો મિત્ર જયાં તપાસ કરી રહ્યા હતા તે દિવાલ પાછળ દુષ્કર્મ ચાલી રહ્યુ હતું પણ પોલીસને તેનો અંદાજ આવ્યો નહીં. રાતના સાડા દસ વાગે આરોપીઓ સગીરાને છોડી અને કહ્યુ શહેરની લાઈટો જે દિશામાં દેખાય છે તે તરફ ચાલવા લાગ અને એક નાનકડી છોકરી ભોગ બન્યા પછી એક શહેર તરફ આવી હતી, આ દરમમિયાન સગીરાને નજીકમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડનો વોચમેન મળી ગયો તેનો ફોન લઈ પિડીતાએ પોલીસને જાણ કરી હતી.

વડોદરામાં ધામા નાખી રહેલી ક્રાઈમ બ્રાન્ચ પીડીતા દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્કેચના આધારે તપાસ કરી રહી હતી ત્યારે ટેકનીકલ ટીમને એક મહત્વનો નામ હાથ લાગ્યો જેનું લોકેશન ઘટના સ્થળનું હતું આ નંબર ઉપર આઠ સેંકડ માટે એક ફોન આવ્યો હતો, ક્રાઈમ બ્રાન્ચે તે નંબર ટ્ર કોલરમાં નાખી ચેક કરતા તેમાં જે ફોટો હતો તે સ્કેચ સાથે મળતો આવતો હતો, બસ આ જાણકારી મહત્વની સાબીત થઈ પિડીતાએ પણ તે ફોટો ઓળખી બતાવ્યો અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તરસાલી પહોંચી અને કિશન માથાસુરીયા અને જશો સોંલકી નામના આરોપીઓ ઝડપાઈ ગયા હતા,, પણ આશ્ચર્યની બાબત એવી છે કે તેમણે દુષ્કર્મ કર્યુ તેની ગંભીરતા તેમને સમજાઈ ન્હોતી આ ઘટનાની પાછળ પોલીસ લાગેલી છે તેવી કોઈ જાણકારી તેમની પાસે ન્હોતી કારણ તેઓ અખબાર વાંચતા નથી અને ટીવીના સમાચાર પણ જોતા ન્હોતા.