મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરામાં શિયાબાગ વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા રસ્તા પરથી પસાર થતી યુવતીઓની છેડતી કરતાં હોવાની વિગતો મહિલા પોલીસને મળી અને પછી મહિલા પોલીસે વેશ બદલીને જે કર્યું કે છેડતી કરનારાઓની અક્કલ ઠેકાણે આવી ગઈ છે. છોકરીઓની છેડતી થતી હોવાની વિગતો મળતા મહિલા પોલીસે પોતે જ પોલીસ યુનીફોર્મને બદલે સિવિલ ડ્રેસમાં ત્યાં સ્થળ પર પહોંચી જાત ખરાઈ કરી. મહિલા પોલીસ જ્યારે વેશપ્લટો કરી ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે શખ્સોએ તેમને જોઈ અશ્લીલ શબ્દોના ઉચ્ચારણથી ગીતો ગાવા લાગ્યા જે પછી તુરંત એક્શન મોડમાં આવી પોલીસે તમામને રંગેહાથ ઝડપ્યા અને નાખી દીધા સળીયા પાછળ.

વડોદરા શહેરના નવાપુરા પોલીસની ટીમ પેટ્રોલીંગના કામ પર હતી. દરમિયાન તેમને વિગતો મળી કે શિયાબાગ વિસ્તારમાં કેટલાક યુવકો મહિલાઓ ત્યાંથી પસાર થતી હોય તો તેમને પજવી રહ્યા છે અને મહિલાઓ માટે રાત્રે ત્યાંથી નિકળવું મુશ્કેલ બનાવી રહ્યા છે. એક તરફ ગુજરાતમાં જ્યાં મહિલા ગમે ત્યારે રાત્રે આવન જાવન કરવામાં ડર અનુભવતી નથી તેનું કારણ પોલીસની કામગીરી બનવી જોઈએ ત્યાં આવી હરકતની માહિતી મળતાં પોલીસે તુરંત પગલા લીધા.


 

 

 

 

 

પોલીસે પહેલા અહીં કેટલાક પોલીસ સ્ટાફને વોચમાં ગોઠવ્યા અને બાદમાં 10.30 વાગ્યે શિયાબાગ મીઠીબા હોલ પાસે સિવિલ ડ્રેસ પહેલી મહિલા પોલીસ કર્મચારીઓ ત્યાંથી પસાર થયાં ત્યારે આ 4 શખ્સો દ્વારા તેમને જોઈ પોતાની હરકતો શરૂ કરી. તેમણે અસભ્ય ભાષાઓમાં ગીતો ગાઈ અપશબ્દો બોલ્યા હતા. મહિલા પોલીસે આ પોતાના કાને સાંભળ્યું અને તેમને મળેલી જાણકારી સચોટ હતી. આ શખ્સોએ મહિલા પોલીસની જ કરી દીધી હતી છેડતી.

આ દરમિયાનમાં પોલીસ સ્ટાફ કે જે વોચમાં ગોઠવાયા હતા તેમણે તે શખ્સો પર તરાપ મારી તેમને પકડી લીધા હતા. પોલીસે ઝડપીને પુછ્યું તો ખબર પડી કે તેઓ પૈકીના મયુર લાલાભાઈ કહાર, વિજય સુરેશ કહાર અને ગુરુપ્રસાદ પુરુષોત્તમ કહાર નામના ત્રણેય શખ્સો નવાપુરાના કહાર મહોલ્લામાં રહે છે જ્યારે કરણ ભરત કહાર રાવપુરાના દાંડિયા બજાર ખાતેના કાકાસાહેબ ટેકરામાં રહે છે. પોલીસે શખ્સો સામે જીપી એક્ટ 110 અને 117 મુજબ અટકાયતી પગલા લીધા હતા.