મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા: હત્યારા પતિએ પત્ની અને પુત્રીને પહેલા આઈસ્ક્રીમમાં ઝેર આપી દીધું બાદમાં ગળું અને મોઢું દબાવી હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. આ હત્યા મજબૂરી તેમજ પત્નીની અજુગતી માંગણીઓ જેવા વિવિધ કારણે કરી હોવાનું બહાર આવ્યું છે. વડોદરાના ન્યુ સામ રોડની ચાંદપાર્ક સોસાયટીમાં રહસ્મય સંજોગોમાં થયેલા માતાપુત્રીની મોતનો ભેદ ઉકેલાયો છે. હત્યારા પતિને સહકર્મી સાથે એકતરફી પ્રેમ હોવાની વાત પત્નીને થતા દંપતી વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા. પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય બાબત એ છે કે, વડોદરા શહેર-જિલ્લામાં પતિ દ્વારા પત્નીની હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે.

શહેરના ન્યુ સમા રોડ ઉપર આવેલી ચંદન પાર્ક સોસાયટીમાં રહસ્યમય રીતે મોતને ભેટેલ માતા-પુત્રીના ચકચારી બનાવમાં પતિએ આઈસ્ક્રીમમાં ઝેર ભેરવી દઈ પત્ની અને પુત્રીની ખવડાવ્યાબાદ ગળુ દબાવી હત્યા કરી હોવાનો પર્દાફાશ પોલીસ તપાસમાં થયો છે. આટલું જ નહિ હત્યારા પતિએ ગુગલ અને યુટુયબમાં "રેટ કિલર, જહર  કોન કોન સા હૈ, રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મોત પોઇઝન" જેવું સર્ચ કરી પૂર્વ આયોજિત કાવતરું રચી પત્ની અને પુત્રીની હત્યા કરી હતી. તેમજ પોલીસ તપાસમાં માતા-પુત્રીની બેવડી હત્યા પતિના અન્ય મહિલા સાથે આડા સબંધ, ઘર જમાઇ તરીકે રહેવાની મજબૂરી તેમજ પત્નીની અજુગતી માંગણીઓ જેવા વિવિધ કારણો જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. સમા પોલીસે પત્ની અને પુત્રીની હત્યા કરીને મોતને ઘાટ ઉતારનાર પતિ સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


 

 

 

 

 

શહેરના ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા પટેલ રવિવારે રાત્રે 12 વાગે ગરબા રમીને ઘરે આવ્યાં હતાં. ત્યાર બાદ બંનેની તબિયત બગડતાં પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા. માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયા હતા.

પોલીસ દ્વારા માતા-પુત્રીના રહસ્યમય મોતના બનાવમાં મહિલાના ગળામાં ઇજાના નિશાન હોવાથી આ રહસ્યમય મોતનો ભેદ ઉકેલવા માટે પેનલ પોષ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. વીસેરા પણ લેવામાં આવ્યા હતા. પોષ્ટમોર્ટમ અને વિસેરા રિપોર્ટમાં પતિ તેજસ પટેલ દ્વારા પત્ની શોભના અને પુત્રી કાવ્યાનું ગળું દબાવ્યા બાદ ઝેર પીવડાવી દીધું હોવાની વિગતો બહાર આવી હતી. દરમિયાન પોલીસે પત્ની અને પુત્રીની બેવડી હત્યા કરનાર પતિ તેજસ પટેલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં ચોંકવનારી વિગતો સામે આવી હતી.  

પોલીસ પૂછપરછમાં લગ્ન બાદ તેજસ શોભનાના ઘરે ઘર જમાઇ તરીકે રહેતો હતો. તેજસને ઘર જમાઇ તરીકે રહેવું ગમતું ન હતું. પરંતુ, પત્ની શોભનાની જીદના કારણે તેને મજબૂરીથી રહેવું પડતું હતું. પત્નીની અજુગતી માંગણીઓ વધુ પડતા ખર્ચા કરાવતી હોવાથી બંને વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતાં હતા. તેમજ શોભનાબેન અવારનવાર તેજસની માતા, બહેન અને નાનો ભાઈ જે વતનમાં રહે છે. તેની સાથે ઝગડો કરતી હતી. આ ઉપરાંત તેજસને અન્ય સહકર્મી સાથે એકતરફી પ્રેમ હોવાની વાત પણ શોભનબેનને જાણ થઇ હતી. જેથી દંપતી વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા.

Advertisement


 

 

 

 

 

આ ઉપરાંત તેજસ પત્ની શોભનાબેનની જીદનાકારણે  ઘર જમાઈ તરીકે રહેતો હોવાથી તેનો અહમ ઘવાતો હોય તેના કારણે તા. 10 ઓક્ટોબરના રોજ શોભનાબેન અને કાવ્ય ગરબા રમીને આવ્યા બાદ આઈસ્ક્રીમમાં ઉંદર મળવાની દવા ભેળવી તેને ખવડાવી દીધી હતી અને ત્યારબાદ ત્રેણય જણા સુઈ ગયા હતા. જોકે થોડીવાદ બાદ શોભના બેન ડચકા ભરતી હોવાથી તેજસ તેની ઉપર બેસી ગયો હતો અને ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ દીકરી કાવ્યના મોઢા ઉપર પણ એશીકું મૂકી મોઢું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ 1 કલાક સુધી બંનેની બાજુમાં બેસી રહી કોઈ હલન ચલણ થાય છે કે નહિ તેની રાહ જોય હતી. પછી નીચે રહેતા પરિવારને જાણ કરી હતી.

આ ઉપરાંત પોલીસે તેજસના મોબાઈલની તપાસ કરતા ગુગલ અને યૂટ્યૂબની હિસ્ટ્રી સર્ચ કરતા તેજસે "રેટ કિલર, જહર કોન કોન સા હૈ, મોટ કૈસે હોતા હૈ, હાઉ ટુ ગીવ ડેથ, રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન પોઇઝન, ધ રેટ કિલર પોઇઝન અને હાઉ ટુ કિલ આ મેન વિથ પિલો, જેવું સર્ચ કર્યું હોવાનું પણ બહાર  આવ્યું હતું. પોલીસે પત્ની અને દીકરીની હત્યા કરવા બદલ હત્યારા પતિ તેજસકુમાર અંતરસિંહ પટેલ વિરુદ્ધ હત્યાની ક્લમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય બાબત એ છે કે, વડોદરા શહેર-જિલ્લામાં પતિ દ્વારા પત્નીની હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે.