મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાના સમા વિસ્તારમાં 36 વર્ષીય મહિલા અને તેમની 6 વર્ષની દીકરી થોડા દિવસ પહેલા ગરબા પછી મૃત અવસ્થામાં ઘરેથી મળ્યા હતા. તેમનું એક સાથે મૃત્યુ પામવું શંકા ઉપજાવનારું હતું. જોકે જે તે સમયે પોલીસ તપાસમાં સ્થિતિ સ્પષ્ટ થઈ રહી ન્હોતી. ઘટનામાં પોલીસે તેમના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા. પોલીસે આ ઘટનાની તપાસ સતત ચાલુ રાખી હતી. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો કે આ માતા પુત્રીને તેના જ પિતાએ ગળુ દબાવી અને ઝેર આપી મારી નાખ્યા છે. પોલીસે આ મામલે પિતા તેજસ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી આગળ વધારી છે.

સમા વિસ્તારની ચંદનપાર્ક સોસાયટીમાં માતા પુત્રી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. રાત્રે ગરબા રમ્યા પછી તેઓ મૃત અવસ્થામાંથી ઘરેથી મળ્યા હતા. તેમનો મૃતદેહ મળતાં જ શંકાની સોય તેના પિતા તેજસ સામે હતી. તેજસ મૂળ ગોધરાનો વતની હતો. વડોદરામાં તેની સાસરી થાય, તેની નોકરી વડોદરામાં હોઈ તે અહીં પરિવાર સાથે સાસરિયામાં રહેતો હતો. રોજનું તેમનું શિડ્યૂલ એવું હતું કે નોકરી જોવાનું નોકરીથી ઘરે આવી પરિવાર સાથે જમી કરી ચર્ચાઓ બાદ સૂઈ જવાનું ફરી બીજે દિવસ એવી જ રીતે વિતાવવાનો. જોકે હાલ નવરાત્રીનો તહેવાર હોઈ પુત્રી કાવ્યા અને માતા શોભનાબેન રોજ ગરબા રમવા નીચે સોસાયીમાં જતા. ગરબા પછી તેઓ સૂઈ જતાં.

Advertisement


 

 

 

 

 

રવિવારે તેઓ ગરબા રમવા ગયા ગરબા પુરા થયા અને તેઓ ઘરે પહોંચ્યા, તેઓ સાથે સૂઈ ગયા હતા. રાત્રે અઢી વાગ્યાના સુમારે તેજસના કહેવા પ્રમાણે તે બાથરૂમ કરવા ઊભો થયો ત્યારે દીકરી આડી સુઈ ગયેલી જોતા તેને સીધી સુવડાવવા ગયા. ત્યારે થોડું પણ હલનચલન કાવ્યાનું ન થતાં તેમને શંકા ગઈ અને તેણે શોભનાને જગાડવાનો પ્રયત્ન કર્યો, જોકે તે પણ કોઈ પ્રતિસાદ આપતી ન્હોતી. જે પછી તેણે કહ્યું કે હું ગભરાઈ ગયો અને મેં નીચે જ રહેતા શોભનાના ભાઈ અને સાસુસસરાને પણ જગાડ્યા હતા. જેથી સારવાર માટે લઈ જતાં તેમને મૃત જાહેર કર્યા હતા. શોભનાબેનના ગળાના ભાગે ઈજાના નિશાન હતા જેના કારણે ભાઈએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. જોકે પોલીસે જે તે સમયે હત્યા સંદર્ભમાં માત્ર તેમના નિવેદન પર કાર્યવાહી કરી ન્હોતી. પોલીસે ફોરેન્સીકની મદદ લીધી અને આગળ તપાસ કરતા ખબર પડી કે આ નક્કી હત્યા જ છે ત્યારે પોલીસે તેજસ સામે હત્યાના ગુના અંતર્ગત કાર્યવાહી શરૂ કરી છે.

પોલીસ તપાસ અંગે એસીપી ભરત રાઠોડે કહ્યું કે, છ વર્ષી દીકરીનું માતા સાથે શંકાસ્પદ મોત થયું, તેમનું પોસ્ટ મોર્ટમ થયા પછીના રિપોર્ટ પછી તેમની હત્યા થયાનું ખુલ્યું હતું. ઝેર આપી હત્યા કરાઈ હોવાનું ખુલ્યું છે. પોલીસ પરિવાર અને સંબંધીઓની પુછપરછ કરી રહી છે.