મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની વિદ્યાર્થીની લાશ એક તળાવમાંથી મળતાં ચકચાર મચી ગઈ છે. તેની લાશ એક તાડપત્રીમાં લપેટેલી હાલતમાં હતી. તે છેલ્લા ત્રણેક દિવસથી ગુમ હતી. આ ઘટના સંદર્ભે પોલીસે લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

પાદરા તાલુકાના ચાણસદ ગામની 20 વર્ષની ખુશ્બુ વડોદરાની એમએસ યુનિ.માં કોમર્સના ત્રીજા વર્ષમાં ભણતી હતી. તે છેલ્લા ત્રણેક દિવસથી ગુમ હતી. તેની શોધખોળ ચાલુ હતી તે દરમિયાનમાંચાણસદ ગામમાં જ નવીનગરી પાસે આવેલા એક તળાવમાંથી તેની લાશ મળી હતી. તેની લાશ તાડપત્રી વીંટેલી હાલતમાં કોથળો પાણીમાં તરતો હતો. જેને કારણે તેની હત્યા થઈ હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. જોકે પોલીસે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સધડી બાબત સામે આવી જશે. હવે પોલીસ માટે આ કેસમાં અન્ય તથ્યો તપાસવાના શરૂ કરાયા છે. એક વખત પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ પોલીસની તપાસને એક દિશા મળશે તેવી ગ્રામજનોને આશા છે.