મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ લક્ષમીપુરા પોલીસે ન્યુ અલ્કાપુરી વિસ્તારના ગ્રીન વુડ્સ બંગ્લોઝમાં 5 નંબરના મકાનમાં રેડ કરીને શહેરના નામી નબીરાઓને દારુપીધેલી હાલતમાં ઝડપી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે આમ તો વડોદરામાં દારુ પીવો અને વેચવાનો વેપલો કેવી રીતે ચાલે છે તેની જાણ અહીંના દરેકને છે. જોકે વર્ષ 2016માં અખંડ ફાર્મમાં પણ પોલીસે આવી જ રેડ કરી હતી અને તેમાં પણ નામી લોકો મોંઘીદાટ દારુની મહેફીલ માણતા ઝડપાયા હતા. તે ઘટના પછી છેક હવે પોલીસને બીજી એક હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં રેડ કરવાની તક મળી. ખેર અહીં શનિવારની રાત્રે પણ આવી જ એક પાર્ટી ચાલતી હતી જેના રંગમાં પોલીસે ભંગ પાડ્યો હતો.

પોલીસે અહીંથી 10 યુવકો અને 13 યુવતીઓને ઝડપ્યા હતા. જેમાંથી કેટલાક સામે કેસ નોંધાયો છે તો કેટલાક ના બ્લડ સેમ્પલ્સની રાહ જોવાઈ રહી છે. 

દારૂની પાર્ટીમાં કોની સામે પોલીસ ફરિયાદ થઇ

રાજ હીતેશભાઇ ચગ (પંજાબી) – ગ્રીનવુડ, ન્યુ અલકાપુરી

શાલીન વિશાલભાઇ શર્મા – સ્પ્રીંગ રીટ્રીટ, વાસણા

માલવેગ કેતનભાઇ પ્રજાપતિ – વ્રજનંદન ફ્લેટ, ગોત્રી

વાત્સલ્યા પંકજભાઇ શાહ – અંતરીક્ષ એલીગંજ, વાસણા રોડ

રોહીન વિષ્ણુભાઇ પટેલ – ભવાનીપુરા, નિઝામપુરા

ધ્રુવિલ કેતનભાઇ પરમાર – સંકેત એપાર્ટમેન્ટ, નિઝામપુરા

આદિત્યસિંહ સુરેન્દ્રસિંહ પરમાર – નિર્મળનગર સોસાયટી, અકોટા

વ્રજકુમાર સચીન શેઠ – શ્રીનગર સોસાયટી, અકોટા

મારૂફ સાદિક કાદરી – આંગન બંગ્લોઝ, જે.પી. રોડ

વરૂણ ગૌતમભાઇ અમીન – સેવાશ્રમ સોસાયટી, વાસણા રોડ

ગ્રીન વુડ્સ બંગ્લોઝમાંથી પકડાયેલી યુવતિઓના નામ

કેયા અસિત શાહ (ઉં- 22)

સાનિયા સમીર ખેરા (ઉં- 28)

લાવણ્યા સમીર તલાટી (ઉં-21)

આસના હર્ષિત શાહ (ઉં-23)

સૌમ્યા રાજેશ અહુજા (ઉં-23)

રેહાના રાજેશ અહુજા (ઉં-28)

પ્રિત પ્રણવ ચોક્સી (ઉં-22)

નિહારીકા ડેરેક શાહ (ઉં-23)

રૂતિકા નિલેશ ગુપ્તા (ઉં-23)

આયુષી અમ્રિતા શાહ (ઉં-24)

શોભા મયંક દવે (ઉં-25)

આકાંક્ષા વરૂણ રાવ (ઉં-23)

ત્રિશા યોમેશ પટેલ (ઉં-24)


 

 

 

 

 

 

 

 

કઇ વિદેશી બ્રાન્ડની દારૂ પાર્ટીમાંથી મળી આવી

મોડી રાત્રે પોલીસ દ્વારા ગ્રીનવુડ બંગ્લોઝમાં કરેલી કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેમાં 1800 Anejo Tequila, Baileys Original Irish Cream, Absolut Vodka, cognac hennessy ની બોટલો તથા ઠંડા પીણા, જ્યુસ અને પાણીની બોટલો મળી આવી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે પાર્ટી ચાલી રહી હતી.

યુવતિઓએ પણ આલ્કોહોલનું સેવન કર્યા અંગેનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી

સમગ્ર મામલે બી ડીવીઝનના એસીપી બકુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, 13 યુવતિઓ સહિત 23 લોકો કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. જે પૈકી 10 યુવકોએ દારૂનું સેવન કર્યું હોવાથી તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જ્યારે અન્ય 13 યુવતિઓના બ્લડ સેમ્પલ લઇ તપાસઅર્થે મોકલવામાં આવ્યા છે. જો તેમાં યુવતિઓએ પણ આલ્કોહોલનું સેવન કર્યા અંગેનું જણાશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે.