મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા: રાજ્યમાં તહેવારોનો રંગ જામી રહ્યો છે. ત્યારે વેપારીઓ મહામારીના લીધે પડી ભાંગેલા ધંધાને ફરી ઉભો કરવા માટે મહેનત કરી રહ્યા છે. દિવાળી જેવા તહેવારો નજીક આવતા લોકો હવે સોના ચાંદીની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે. આ વાતનો ફાયદો  લૂંટારુઓ લઈ રહ્યા છે. ગઈકાલ રાત્રે વડોદરા શહેરમાં સોનાં ચાંદીના વેપારીને લૂંટવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે આ બનાવમાં લૂંટારાઓએ ફાયરિંગ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. 

મળતી માહિતી મુજબ, વડોદરાના નિઝાપુરામાં રહેતા ભાવેશકુમાર સોની છાણી ગામ ખાતે શ્રી અંબે જવેલર્સ નામની દુકાન ધરાવે છે. અને સોનાં ચાંદીના દાગીનાનો વેપાર કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. રોજ બરોજની જેમ રાત્રીના સમયે પોતાની દુકાનથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ભાવેશને બંદૂકની અણીએ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ભાવેશએ લૂંટારુ સામે પ્રતિક્રિયા આપી બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો આવી જતા લૂંટારાઓનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો. 

Advertisement


 

 

 

 

 

ગઈકાલે ભાવેશ પોતાની દુકાન બંધ કરીને દુકાનના હિસાબનનો થેલો લઈને કારમાં ઘરે ફરત ફરી રહ્યો હતો. ત્યાર બાદ છાણીની હોટલમાંથી જમવાનું પાર્સલ કરવાની ઘરે પહોંચ્યા હતો. તે દરમિયાન બે અજાણ્યા યુવકો સાબજી સાબજીની બૂમો પડતા આવી ગયા હતા અને તેમની પાસે રહેલો થેલો લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો. ભાવેશ અને લૂંટારુ વચ્ચે ઝપાઝપી થતાં ભાવેશએ હાથમાં રહેલું જમવાનું પાર્સલ માથા પર છૂટું માર્યું હતું. તે દરમિયાન એક લૂંટારાએ તેની પાસે રહેલી બંદૂક માંથી એક ગોળી ચલાવી હતી. જે ભાવેશના પગમાં વાગી હતી. ત્યારબાદ ભાવેશએ બૂમાબૂમ કરી મુકતા લૂંટારાઓને સાથ આપવા તેમના બીજા બે સાથી આવી આવી ગયા હતા. અને ચારેય લૂંટારા ત્યાંથી ભાગી ગયા હતા.
 

Advertisement