મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરાના ગોરવા ખાતેથી ગુજરાત એટીએસ એ એક આતંકવાદીને ઝડપી પાડ્યો છે. આ આતંકવાદી અંગેની માહિતી ગુજરાત એટીએસને સેન્ટ્રલ એજન્સી દ્વારા આપવામાં આવી હતી. જેમાં એક આતંકી ગુજરાતમાં આવ્યો હોવા અને તે ગુજરાતમાં બેઝ બનાવવાના પ્લાન કરીને ગુજરાતમાં કોઈ આતંકી હુમલો કરવાનું ષડયંત્ર કરવાના હતા તેવી વિગતો મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ દિલ્હીમાં આઈએસઆઈએસના આતંકીઓની ધરપકડ થઈ છે. જે પછી આજે ગુજરાત એટીએસ દ્વારા વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ઝફર અલી ઉર્ફે ઉમર નામના શખ્સને પકડી પાડ્યો છે. તે અહીં પોતાના નેટવર્કને વધારવા માટે બેઝ બનાવવાના પ્લાનમાં હતો. દિલ્હીમાં પકડાયેલા આતંકવાદી અને આ આતંકવાદી એક જ મોડ્યૂલનો છે કે કેમ, તેના અન્ય કોઈ સાગરિતો હજુ ગુજરાતમાં છે કે કેમ અને આગામી સમયમાં શું શું પ્લાન કરી ચુક્યા છે તેવી ઘણી બધી વિગતો હવે પોલીસ આ ઝફર પાસેથી ઉઘરાવવાના પ્રયત્નમાં છે.