મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા: ગોધરાકાંડ એક ન ભુલી શતાય તેવી ઘટના હતી. સાબરમતી ટ્રેનના બે ડબ્બાને સળગાવી દેવાયા હતા. આ ઘટનામાં મુખ્ય સુત્રધાર તરીકે હાજી બિલાલ નામના શખ્સનું વડોદરામાં સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગોધરા સાબરમતી ટ્રેન કાંડના મુખ્ય સુત્રધાર હાજી બિલાલનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મોત થયું છે. ગોધરાના રહેવાસી હાજી બિલાલને કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. જોકે, તે સજા બાદમાં આજીવન કેદમાં પરિવર્તીત થઇ હતી. હાજી બિલાલની તબિયત બગડતા તા.22 નવેમ્બરના રોજ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહ તેના પરિવારને સોંપ્યો હતો.

વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગોધરા સાબરમતી ટ્રેન કાંડના મુખ્ય સુત્રધાર મનાતા હાજી બિલાલનું સયાજી હોસ્પિટલમાં ટૂંકી બિમારી બાદ મોડી રાત્રે મોત નીપજ્યું હતું. પોલીસ તંત્ર દ્વારા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી મૃતદેહ તેના પરિવારને સોંપ્યો હતો. 27મી ફેબ્રુઆરી 2002માં ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના ડબ્બાઓ સળગાવાયા હતા. જેમાં લગભગ 59 લોકો હતા અને મોટા ભાગના કારસેવકો હતા.

Advertisement


 

 

 

 

 

ટ્રેનના ડબ્બા સળગાવ્યાના કેસમાં 11 આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી અને 20 આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે સંભળાવી હતી. જોકે બાદમાં 11 દોષિતોની સજા પણ ફાંસીમાંથી આજીવન કેદમાં પરિવર્તિત થઈ હતી. હાજી બિલાલ આ પૈકીનો જ એક હતો. ગોધરામાં ટ્રેનના ડબ્બા સળગાવ્યા જે બાદ રાજ્યવ્યાપી તોફાનો ફાટી નીકળ્યા હતા અને જેમાં કોર્ટે 31ને દોષિત ઠેરવ્યા હતા. જ્યારે 63 શખ્સોને દોષમુક્ત કરાયા હતા. વર્ષ 2011માં હાજી બિલાલ 31ની ફાંસીની સજાને બાદમાં આજીવન કેદમાં પરિવર્તિત કરાઈ હતી.

એ.સી.પી. અલ્પેશ રાજગોરે જણાવ્યું હતું કે, ગોધરા સાબરમતી ટ્રેન કાંડમાં વડોદરા સેન્ટ્રલ જેલમાં ગોધરાનો રહેવાસી હાજી બિલાલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. તેની તબિયત બગડતા તા.22 નવેમ્બરના રોજ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. શ્વાચ્છોશ્વાસની તકલિફ હોવાથી ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યો હતો. જોકે, તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું. પોલીસે તેના મોત બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી પોસ્ટ મોર્ટમ પછી તેના મૃતદેહને પરિવારને અંતિમક્રિયા માટે સોંપ્યો હતો.

ગોધરા સાબરમતી ટ્રેન કાંડમાં હાજી બિલાલ મુખ્ય સુત્રધાર મનાતો હતો. ગોધરાના રહેવાસી હાજી બિલાલને કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. જોકે, તે સજા બાદમાં આજીવન કેદમાં પરિવર્તીત થઇ હતી. અને તે સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. હાજી બિલાલનું મોત નીપજતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવતા સયાજી હોસ્પિટલ ખાતે પરિવારજનો આવી પહોંચ્યા હતા. બીજી બાજુ પોલીસે તેનું પોષ્ટમોર્ટમ સહિતની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને હાજી બિલાલનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપ્યો હતો.

Advertisement


 

 

 

 

 

મળેલી માહિતી પ્રમાણે પરિવારજનો દ્વારા હાજી બિલાલનો મૃતદેહ ગોધરા ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની અંતિમ વિધી કરવામાં આવશે. હાજી બિલાલના બિમારી દરમિયાન નીપજેલાં મોત અંગે મૃતદેહ લેવા માટે આવેલા પરિવારજનોએ કંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. આ હાજી બિલાલના મોત અંગે રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.