મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા: ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા વડોદરાના મેયર ની કામગીરી ને લઇને આપેલા નિવેદનોને ભારે ચકચાર મચાવી છે તમે કહ્યું કે કેયૂર ને મેયર બનાવ્યા પછી લાગ્યું યુવાન છે ઝડપી નિર્ણય લેશે પરંતુ આવી દિલ્હી કામગીરી ચાલશે નહીં મીટીંગો બંધ કરી કામ શરૂ કરવાની તેમણે શિખામણ આપી હતી.

સીઆર પાટીલે આ ઉપરાંત કાર્યકરોને ચૂંટણીની કામગીરીમાં લાગી જવાની સલાહ આપી હતી. તેમણે વડોદરા મેયરની કામગીરીને લઇને પણ વાત કરી હતી. તેમણે કહ્યું નિયર બનાવ્યા ત્યારે લાગ્યું કે ઝડપી નિર્ણય લેશે પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી, મેર કેયુર રોકડિયા યુવાન છે, એટલે મેયર બનાવે મીટીંગ બંધ કરી જલદી કામે લાગી જાય, આગામી અઠવાડિયામાં ગાયો રોડ પર દેખાવી જોઈએ નહીં, ભિક્ષુકો મંદિરમાં દેખાવા જોઈએ નહીં, મીટીંગ બંધ કરી કામ પર લાગી જવું તેવી તેમની સલાહ આપી હતી.

Advertisement