મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા: વડોદરાના વાઘોડીયા વિધાનસભાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વારંવાર તેઓની ખાસ ભાષા ને લઈ વિવાદો માં આવ્યા કરે છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જાણે કે મીડિયા પોતાની પ્રોપર્ટી હોય અને પત્રકારો જાણે કે તેમના થી દબાયેલા હોય તેમ લુખ્ખી ધમકી આપવાના મામલે અગાઉ મીડિયા અને લોકો માં ટ્રોલ થઈ ચૂક્યા છે એટલુંજ નહિ આ ધારાસભ્ય તંત્રને પણ અવારનવાર ધમકાવવાનું કામ કરી રહ્યા છે અને જાણે પોતે જ સર્વોપરી છે તેમ માની અને પોતાની દબંગાઈ બતાવતા રહે છે અને હવે પાછું ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે.
વડોદરા જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કાર્યક્રમોની શરૂઆત થઈ છે ત્યારે આજે જીલ્લા પંચાયતની સયાજીપુરા બેઠકમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો.જે કાર્યક્રમમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હાજર હતા તેઓ એ ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધિત કરવા મધુ શ્રીવાસ્તવ ને માઇક આપવામાં આવ્યું અને જે બાદ બેફામ વાણી વિલાસ શરૂ કર્યો,કાર્યકરો વચ્ચે મધુ શ્રીવાસ્તવ તેમ બોલી ગયા કે "કલેકટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું." આમ એમના ખિસ્સા માં રહેતા કલેકટર અને પોલીસ ની વાત સામે યુવાનોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે...