મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ છેલ્લા ઘણા સયમથી ખુદ ભાજપના જ ધારાસભ્ચોનું સરકારી તંત્રમાં કાંઈ ચાલતુ ન હોવાની બુમો ઉઠી રહી છે. સામાન્ય જનની તો વાત કરતાં નથી પણ જે ધારાસભ્ય છે તેમના કામોને લઈને પણ જો આવી હાલત થતી હોય તો જાહેર જનતાની તો વાત જ ક્યાં. વડોદરા ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે હાલમાં જ નારાજગી વ્યક્ત કરી હતી જે પછી તેમની સમજાવટથી મામલો થોડો સમેટાયો હતો. જોકે તે પછી હવે વડોદરા ભાજપના ડભોઈ બેઠકના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે અને પોતાના મત વિસ્તારમાં તંત્રની કામગીરી યોગ્ય ન થતી હોવાની વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ડભોઈના ધારાસભ્ય સ્થાનિક જનતાને પડતી મુશ્કેલીમઓમાં તેમના કામ થાય તે માટે તેમણે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. ખાસ કરીને પીવાના પાણી, ટીપી સ્કીમ જેવા ઘમા કામોમાં તંત્રએ લાલીયાવાડી કરતાં અયોગ્ય કામગીરી થઈ હોવાની સીધી વાત તેમણે મુકી છે.

તેમણે કહ્યું કે, કોર્પોરેટર તરીકે વર્ષોથી છું અને બજેટ બેઠકમાં ટીપી સ્કીમો ૧૪ મોકલી હતી જેમાં ૧૨ પરત આવી અમુક રિફ્યૂઝ થઈ તો રિફ્યૂઝ કેમ થઈ તો તેમનું કહેવું છે કે સરકારમાંથી કોઈ જવાબ અપાયો નથી. વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ છે તેથી કમિશનરને વાત કરી હતી પણ કમિશનરનું કહેવું છે કે પુરતું પાણી છે વડોદરામાં, જો તેવું છે તો લોકોની બૂમો કેમ પડી રહી છે. મારે કામગીરી ડીલે કરવાના કારણો જાણવા છે, નામંજુર કરવું હોય તો નામંજુર કરો અને મંજુર કરવું હોય તો મંજુર પણ પેન્ડીંગ રાખીને કામો લટકાવી ન રાખવા જોઈએ. ઉલ્લેખનીય છે કે શૈલેષ મહેતા હાલ ડભોઈના ધારાસભ્ય પણ છે અને વડોદરાના વાઘોડિયા વિસ્તારના કોર્પોરેટર પણ છે અને તેઓએ બજેટ મીટિંગ વખતે આવા કેટલાક સવાલો ઉઠાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજકોટ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે હાલમાં જ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા કલેક્ટરને મળીને રજૂઆત કરી હતી કે સરકારમાંથી સૂચિત સોસાયટીના કામ મંજુર થઈ ગયા હોવા છતાં પુરા કરવામાં આવ્યા નથી. ફાઈલો તૈયાર છે પરંતુ સીટી સર્વે નથી થયો તેથી ધારાસભ્યોના કામ અટવાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે ભાજપના ઘણા ધારાસભ્યો સરકારી તંત્રમાં પોતાનું કોઈ સાંભળતું ન હોવાને લઈને નારાજગી વ્યક્ત કરતા રહ્યા છે.