મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દોડકા ગામ પાસે એક જીપ અને ટ્રક વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાળક સહિત 3 વ્યક્તિના મોત નિપજ્યા છે. આ અકસ્માતમાં 16 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ છે જેમને સારવારમ માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા છે.

અકસ્માતની પ્રાપ્ત વિગતો અનુસાર મધ્યપ્રદેશના અલીરાજપુરા તાલુકાના મહીડા, મેડા અને મોરી પરિવારના 19 લોકો તુફાન જીપમાં મોરબી ખાતે મજુરી કામ કરવા માટે જવા નિકળ્યા હતા. ઉલ્લેખનીય છે કે તેઓની સાથે તેમનો પરિવાર હતો જેમાં બાળકો પણ હતા. તેમની પાસે પાંચ કે છ જેટલા બાળકો હતા. તેઓ મોરબી પોતાની રોજી માટે જઈ રહ્યા હતા.

તેઓ જે જીપમાં સવાર હતા તે આ દરમિયાનમાં એક્સપ્રેસ હાઈવે પર દોડી રહી હતી. દોડકા ગામ પાસે આગળ તરફ જઈ રહેલી ટ્રકમાં આ જીપ ઘુસી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે એક્સપ્રેસ હાઈવે પર ટ્રક, લક્ઝરી જેવા મોટા વાહનો જ્યારે સાઈડ બદલતા હોય છે તે પૈકીના ઘણા રોડ પર સાઈડ બદલતી વખતે સિગ્નલ કે મીરરના ઉપયોગથી અન્ય વાહનોની સેફ્ટી જોયા વગર સાઈડ બદલી નાખે ત્યારે ઘણી વખત પાછળ આવતી કાર, જીપ જેવા નાના વાહનો કે જેમની સ્પીડ ભારે વાહન કરતાં વધુ હોય તેમને અચાનક બ્રેક લગાવવાની થાય છે જેને પગલે ઘણા અકસ્માત થતાં થતાં રહી જાય છે અથવા થઈ જતા હોય છે.

Advertisement


 

 

 

 

 

જોકે અહીં સ્થિતિ કયા પ્રકારની હતી તે જીપ ચાલક કે નજરે જોનારા વ્યક્તિ જ જણાવી શકે તેમ છે. આ અકસ્માતમાં એક બાળક સહિત ત્રણેય પરિવારના એક એક વ્યક્તિ મળી કુલ 3 વ્યક્તિના મોત થયા અને 16 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે.

મૃતકોના નામ

તેનસીગ પાર્સિંગ મેડા(ઉ.45)(રહે, પુનિયા ગામ, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
રાહુલ દિનેશભાઇ મેડા(ઉ.07), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
25 વર્ષનો અજાણ્યો યુવાન 

ઇજાગ્રસ્તોના નામ

હિતેશ મેડા(ઉ.30), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
સુરેશભાઇ મેડા(ઉ.35), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
રામજીભાઇ મેડા(ઉ.40), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
ભવસિંગ મેડા(ઉ.05), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
રંગીતાબેન મહિડા(ઉ.10), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
અજય મહિડા(ઉ.04), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
અંકિતા મહિડા(ઉ.05), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
ગોવિંદભાઇ મહિડા(ઉ.07), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
મગનભાઈ મેડા(ઉ.25), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
કાન્હા મીરે(ઉ.05), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
રિદ્ધિબેન મીરે (ઉ.12), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
ભૂરીબેન મીરે(ઉ.07), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
સુમીબેન મીરે(ઉ.38), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ)
અખિલેશ મેડા(ઉ.07), (રહે, અલીરાજપુર, મધ્યપ્રદેશ) અકસ્માતમાં 16 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.