મેરાન્યૂઝ નેટવર્ક.મુરાદાબાદઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં દંગલ દરમિયાન પહેલવાનની ગરદન તૂટી ગયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની થોડી જ મિનિટો પછી પહેલવાનનું મોત થઈ ગયું છે. આ વીડિયો ઠાકુરદ્વારાના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે પોલીસ અધિકારઓએ આવી કોઈ ઘટનાની જાણકારી હોવાથી ઈન્કાર કરી દીધો છે.

આ ઘટના મુરાદાબાદના ઠાકુરદ્વારા વિસ્તારના ગામ ફરીદપુરમાં 2 સપ્ટેમ્બરે આયોજીત કરાયેલા મેળા દરમિયાનના દંગલની હોવાનું કહેવાય છે. આ કુશ્તીમાં મેદાનમાં સ્થાનીકો અને ઉત્તરાખંડના પહેલવાન વચ્ચે મુકાબલો કરવા આવ્યા હતા. વાયરલ વીડિયોમાં કુશ્તીના મુકાબલા માટે ઉત્તરાખંડના કાશીપુર નિવાસી મહેશ અને સ્થાનીક પહેલવાન સાજિદ દંગલમાં મેદાનમાં આમને સામને હોવાનું જોઈ શકાય છે.

મુકાબલો શરૂ થતાં જ પહેલવાન સાજિદ મહેશ પહેલવાનને થોડી જ સેકંડ્સમાં ઉઠાવીને ગરદનના ભાગે જમીન પર પટકી દે છે. લોકો આ દાવ જોઈ તાલીઓ વગાડવા લાગે છે. જોકે બીજી બાજુ ઢળી પડેલો મહેશ બેભાન થઈ ગાય છે. સાજિદ તેની ગર્દનને જોર જોરથી હલાવીને અલગ હટી જાય છે પરંતુ ત્યાં હાજર લોકો સ્થિતિ સમજી જાય છે.

Advertisement


 

 

 

 

 

તેઓ મહેશને ઉઠાડવાના પ્રયત્નો કરે છે, પોતાની રીતે ગરદન સરખી કરવાના પ્રયત્નો કરે છે પણ મહેશ ઉઠી શક્તો નથી. કહેવાઈ રહ્યું છે કે થોડા જ સમય પછી મહેશનું મોત થઈ જાય છે. મહેશનું મોત ગરદન તૂટવાથી થયું કે તેની પાછળ કોઈ બીજું કારણ છે તે હજુ નક્કર રીતે સ્પષ્ટ થયું નથી કારણ કે આ અંગે પોલીસને કોઈ સૂચના આપવામાં આવી ન્હોતી. મૃતકની લાશને પરિજનો પોતાની સાથે લઈ ગયા. ઘટનાના સાત દિવસ પછી વીડિયો વાયરલ થયો તો આ અંગે બધાને ખબર પડી. પોલીસ અધિકારીનું કહેવું છે કે પોલીસને આવી કોઈ ઘટનાની જાણકારી અપાઈ નથી. જો કોઈ ફરિયાદ આવશે તો તપાસ કરાશે.