મેરાન્યૂઝ નેટવર્ક.મેરઠઃ ઉત્તર પ્રદેશના મેરઠમાં સરધના પોલીસ મથક વિસ્તારમાં એક ગામમાં ટ્યૂશનથી પાછી આવી રહેલી ધો. 10ની વિદ્યાર્થીનીને ગામના જ યુવકોએ કથિત રીતે ઉઠાવી લઈ તેના પર સામૂહિક દૂષ્કર્મ કર્યું હતું, હબકી ગયેલી વિદ્યાર્થીનીએ ઘરે આવી ઝેરીલો પદાર્થ પી લીધો હતો. જે પછી તેને સારવાર માટે ખસેાઈ હતી પરંતુ ત્યાં તેનું મોત થઈ ગયું હોવાનું તબીબે જાહેર કર્યું હતું. પોલીસે આ મામલામાં બે આરોપીઓને પકડ્યા છે. આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યારે તે કસ્ટડીમાંથી ભાગી ગયા, જોકે પોલીસે તેમને ફરી પકડી પાડ્યા છે.

જોકે આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી રહી છે કે સરધના પોલીસ બંને આરોપીઓને શનિવારે કોર્ટમાં રજુ કરવા માટે લઈ જઈ રહી હતી ત્યારે જ મુખ્ય આરોપી પોલીસ કસ્ટડીથી ભાગી નિકળ્યો. સૂચના ફ્લેશ થવા પર મેરઠ સર્વેલંસ ટીમ તથા સરધના પોલીસ મથકની ટીમ ગામમાં આરોપીની તપાસમાં કોમ્બીંગ કરતી હતી.

અહીં એન્કાઉન્ટર બાદ આરોપી લખનને પકડી લેવાયો છે. જાણકારી મુજબ આરોપીએ પોલીસ પર ફાયરિંગ પણ કર્યું હતું. પોલીસે જવાબી ફારિંગમાં આરોપીના પગમાં ગોળી મારી હતી. પોલીસે આરોપીને કસ્ટડીમાં હોસ્પિટલમાં દાખલ કર્યો છે. એસપી કેશવ કુમારે કહ્યું કે, કાલે સરધનામાં એક 10મા ધોરણની દીકરીએ ગેંગરેપ પછી આત્મહત્યા કરી લીધી હતી. ગેંગરેપ કરનારા પણ છોકરીની સાથે ટ્યૂશનમાં ભણતા હતા. મુખ્ય આરોપી લખન અને વિકાસને પકડી લીધા છે. ગેંગરેપ અને અન્ય કલમો અંતર્ગત કેસ દાખલ કર્યો છે. એક સ્યૂસાઈડ નોટ મળી છે જેમાં છોકરીએ લખનનું નામ લખ્યું છે અને જબરજસ્તી કરવાની વાત લખી છે. બંને આરોપીઓ પુખ્તવયના છે.


 

 

 

 

 

તેમણે શનિવારની ઘટના પર કહ્યું કે આજે બંને આરોપીઓને કોર્ટ લઈ જઈ રહ્યા હતા. ત્યાંથી આરોપી પોલીસના એક ઈન્સપેક્ટરની બંદૂક લઈને ભાગી નિકળ્યા છે. બાદમાં કોમ્બિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન આરોપીઓએ પોલીસ પર ગોળઈ ચલાવી અને બાદમાં પોલીસે પણ ગોળી ચલાવી જેમાં આરોપી લખનના પગમાં ગોળી વાગી છે. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બીજી બાજુ સરધના પોલીસે વિદ્યાર્થીના પરિજનોની તપાસના આધાર પર કિશોરી 10માની વિદ્યાર્થિની હતી અને ગુરવારે ઘરથી ટ્યૂશન ભણવા ગઈ હતી. પોલીસના અનુસાર ટ્યૂશનથી તે પાછી આવતી હતી ત્યારે કપસાડ ગામના નિવાસી ચાર યુવકોએ તેનું અપહરણ કરી લીધું અને ટાવરની પાસેના મકાનમાં બંધક બનાવીને સામૂહિક દુષ્કર્મ કર્યું.

પોલીસે કહ્યું કે વિદ્યાર્થીની ગમે તેમ કરીને ઘરે પહોંચી અને ઘરે પરિવારજનોને ઘટનાની જાણ કરી હતી. ડરી ગયેલી છોકરીએ ઘર પર ઝેરીલો પદાર્થ ખાઈ લીધો હતો, જેનાથી તેની હાલત બગડી ગઈ અને તેણે સાંજે અંદાજે છ વાગ્યે મોદીપુરમના એસડીએસ ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પોલીસના અનુસાર અહીં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.