મેરાન્યૂઝ નેટવર્ક. ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશના મુરાદાબાદના એક સરકારી દવાખાનામાં રવિવારે સાંજે 46 વર્ષના એક વોર્ડ બોયનું મોત થઈ ગયું હતું. જેણે 24 કલાક પહેલા જ કોવિડ વેક્સીન લગાવી હતી. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે તેની મોતને કોરોના વેક્સીન સાથે કોઈ લેવા દેવા નથી.

વોર્ડ બોય મહિપાલ સિંહનું રવિવારે છાતીમાં દુઃખાવા અને શ્વાસ લેવામાં થયેલી તકલીફોને કારણે મોત થઈ ગયું હતું. તેમના પરિવારનું કહેવું છે કે રસી લીધા બાદ જ આ તકલીફો શરૂ થઈ હોવાની ફરિયાદ કરતા રહેતા હતા.

મુરાદાબાદના ચીફ મેડિકલ ઓફીસર એમસી ગર્ગએ રવિવારે મોડી રાત્રે પત્રકારોને કહ્યું કે, તેમણે શનિવારે બપોરે વેક્સીન આપવામાં આવી હતી. રવિવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુઃખાવાની ફરિયાદ થઈ હતી. તેમણે શનિવારે રાત્રે પોતાની નાઈટ ડ્યૂટી પણ કરી હતી અને ત્યાં સુધી તેમને કોઈ સમસ્યા ન્હોતી. તેમણે પોસ્ટ મોર્ટમ રિપોર્ટનો હવાલો આપી કહ્યું કે તેમનું મોત 'cardio-pulmonary disease'ને પગલે  'cardiogenic shock/septicemic shock'ને કારણે થયું છે અને તેનો વેક્સીન સાથે કોઈ સંબંધ નથી.