મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં એક ચીજ નજરે ન ચઢી તે છે ઈવીએમને લઈને થતી ચર્ચાઓ. છેલ્લા ઘણા વખતથી દરેક ચૂંટણીના પરિણામો પછી ઈવીએમ મશીન સાથે ટેમ્પર કર્યાની ચર્ચાઓ રાજનૈતિક પાર્ટીઓ ઉપરાંત લોકોમાં પણ હતી, પરંતુ આ વખતે રાજનૈતિક પાર્ટીઓ અને લોકો ઈવીએમ મુદ્દે ચુપ છે. જોકે આ અગાઉ પણ કર્ણાટક, એમપી અને રાજસ્થાનના વિધાનસભાના પરિણામો વખતે પણ આ જ રીતે વિપક્ષથી માંડી તમામ ચુપ રહ્યા હતા.

હરિયાણામાં કોંગ્રેસનું પ્રદર્શન સારું રહ્યું છે અને મહારાષ્ટ્રમાં વિપક્ષી દળોની આશાથી મજબુત પડકાર રજુ કરાયો છે. ચૂંટણી પંચના ડેટા અનુસાર ઈવીએમ બેલેટ યુનીટ, કંટ્રોલ યુનીટ્સ અને વીવીપેટના હરિયાણા મહારાષ્ટ્રની ચૂંટણીમાં (0.42 ટકા, 0.44 ટકા અને 2.69 ટકા) પ્રયોગ થયો છે. પોતાના સીમિત પરિક્ષણમાં આ ત્રુટિમુક્ત નજરે પડ્યા હતા. આ વખતે પણ ચૂંટણીમાં કોઈને કોઈ રીતે ઈવીએમનો મુદ્દો છવાયો હતો. હરિયાણાના અસાંધ વિધાનસભાના ઉમેદવાર બખશીશ સિંહ વિર્કનો એક વીડિયો વાયરલ થયો હતો, તેમાં તે કહેતા હતા કે ઈવીએમ પર ભલે કોઈ બટન દબાવાય વોટ ભાજપને જ મળશે. બાદમાં તેમણે આ વીડિયો ફેક હોવાનું કહ્યું હતું. જોકે તેઓ તો વિજેતા પણ ન બન્યા કે ન બીજા નંબર પર રહ્યા.

લોકસભા ચૂંટણીથી પહેલા પણ ઈવીએમનો મુદ્દો ઘણો હાવી રહ્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન સ્કાઈપ દ્વારા લંડનથી એક વીડિયો કરાયો હતો. વિદેશમાં રહીને આ તથાકથિત રીતે ઈવીએમ એક્સપર્ટનો દાવો હતો કે વર્ષ 2014ની ચૂંટણીમાં ઈવીએમ હેક કરાયા હતા. જોકે ચૂંટણી પંચ દ્વારા આ દાવાને નકારાયો હતો. પરંતુ જ્યારે ગત લોકસભાના પરિણામો આવ્યા ત્યારે ફરી ચર્ચા ચાલી હતી કે એમપી, કર્ણાટક, રાજસ્થાન વિધાનસભામાં હેકીંગ ન કરીને ભાજપે દેશ લઈ લીધો અને રાજ્યો આપ્યા પરંતુ આવા તથ્યો પણ આખરે ઠાલા નિવળ્યા હતા.