મેરાન્યૂઝ નેટવર્ક.આણંદઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. ગુજરાતના આણંદ ખાતેના વિદ્યાનગરમાં રહેતા અશ્વિન પટેલ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. 30 વર્ષિય અશ્વિન અમેરિકામાં કન્વીનિયન સ્ટોર ધરાવે છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિતના દેશોમાં ગુજરાતીઓ આપણને મળી જ જાય છે. વિદેશોમાં સ્થાયી, ભણવા, નોકરી માટે ઘયેલા ઘણા યુવાનો-યુવતીઓએ કેટલીક વાર આવી ઘટનાઓનો સામનો કરવો પડતો હોય છે. ગુનાખોરી જેટલી ભારતમાં ચિંતાનો વિષય છે તેટલો જ વિદેશોમાં પણ છે.

અમેરિકામાં લૂંટ કરવા આવેલા શખ્સો હત્યા કરીને રવાના થઈ જવાની કેટલીય ઘટનાઓ છે. ગુજરાતીઓ ખાસ કરીને ધંધાદારીઓને ત્યાં લૂંટના ઈરાદે ઘૂસી આવ્યા અને ગોળીબાર કર્યો કે હુમલો કર્યો કે પછી હત્યાને અંજામ આપ્યાની ઘણી ઘટનાઓ બને છે. 8મી સપ્ટેમ્બરે આણંદના વિદ્યાનગર ખાતે રહેતા અશ્વિન પટેલ પર લૂંટના ઈરાદે કેટલાક શખ્સો ગોળી ચલાવીી ફરાર થઈ ગયા હતા.

અશ્વિન પટેલ અમેરિકાના સાઉથ કેરોલિનાના બ્લેકવિલમાં પોતાના પરિવાર સાથે સ્થાયી થયેલા હતા. તેઓએ અહીં એક સ્ટોર પણ ખોલ્યો હતો. જ્યાં તેઓ 8મીએ હાજર હતા ત્યારે કેટલાક શખ્સો ત્યાં લૂંટ કરવા આવી ગયા અને દરમિયાન ફાયરિંગ કરી દીધું અને અશ્વિન પટેલ ત્યાં જ ઢળી પડ્યા. ઘટનામાં અશ્વિન પટેલનું મોત નિપજ્યું હતું.