મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ અમેરિકન ટિક ટોક સ્ટાર Dazhariaa Quint Noyes (ડેઝારિયા)એ સોમવારે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. તે 18 વર્ષની હતી, ડેઝારિયા, ડી નામથી ફેમસ હતી. આપઘાત પહેલા તેણે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે લાસ્ટ પોસ્ટ હોવાનું કહ્યું હતું. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, ઓકે, મને ખબર છે કે હું આપ બધાને ઈરિટેટ કરી રહી છું, આ મારી લાસ્ટ પોસ્ટ છે.

ડેલી મેલના અહેવાલ અનુસાર, ડેઝરિયાના પેરેન્ટ્સએ તેના નિધનની પૃષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે ડેઝરિયાએ સ્યુસાઈડ કરી લીધું છે.

ડેઝરિયાના પિતાએ લખ્યો આ મેસેજ

દીકરીના મોતથી ડેઝરિયાના માતા-પિતા દુઃખી થઈ ગયા છે. GoFundMe નામના પેજ પર, ડેઝરિયાના પિતા Raheem Alla એ લખ્યું કે, 8 ફેબ્રુઆરીએ મારી દીકરી ડેઝરિયા અમને છોડીને જતી રહી. તે મારી મિત્ર હતી અને હું મારી દીકરીને દફન કરવા માટે કોઈ રીતે તૈયાર ન્હોતો. તે ખુબ ખુશ હતી, જ્યારે હું ઘરે આવતો તો તે મને રસ્તા પર જ જોઈને ખુબ ખુશ થઈ જતી હતી. હું ફક્ત એવું ઈચ્છતો હતો કે તે પોતાના તણાવ અને આત્મહત્યાના વિચારો અંગે મારી સાથે વાત કરતી. અમે તેના પર કામ કરી શક્તા હતા, હવે હું ઘરે આવું છું તો મારી રાહ જોવા માટે તું નથી, ડેડી લવ યૂ.