મેરાન્યૂઝ નેટવર્ક,વૉશિંગટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ વર્ષ 2020માં થનાર અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ફરીથી ભાગ લેવા માટે પુરી રીતે તૈયાર દેખાઈ રહ્યા છે. પોતાના પ્રચાર અભિયાન પર ટ્રમ્પ સાત હજાર કરોડ રૂપિયા સુધી ખર્ચ કરવાની તૈયારીમાં છે. ચૂંટણીને લઈને તેમની ટીમ પહેલાથી જ તૈયારીમાં લાગી ગઈ છે. પરંતુ ચૂંટણીના આંકડા તેમની ચિંતામાં સતત વધારો કરી રહ્યા છે.

ટ્રમ્પ આ વખતે પણ મેક અમેરિકા ગ્રેટ અગેન જેવા જ કેમ્પેઈન લોન્ચ કરીને વોટર્સને લોભાવશે. તેના માટે ટ્રમ્પની ચૂંટણી ટીમ પહાથી જ તૈયારીમાં લાગી ગઈ છે. ટ્રમ્પની ચૂંટણી કેમ્પેઈનિંગ માટે ટીશર્ટ, ટાવલ, બેનર્સ, ઝંડા વગેરે મોટી સંખ્યામાં બનાવાઈ રહ્યા છે.

ઈન્ટરનેશનલ રેટિંગ એજન્સી ગૈલપના સર્વેમાં ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ છે જેમને ક્યારેય પણ 50 ટકાથી વધુ રેન્કિંગ નથી મળી. આ એજન્સી દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય નેતાઓની યાદી તૈયાર કરે છે. 2018ની યાદીમાં ટ્રમ્પને 11મું સ્થાન મળ્યું હતું જ્યારે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજું સ્થાન મળ્યું હતું.

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 3 નવેમ્બર 2020ના રોજ થવાની છે. જેમાં રિપબ્લિક અને ડેમોક્રેટ ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે. આશા વ્યક્ત કરાઈ રહી છે કે જો તમામ બાબત બરાબર ચાલશે તો ટ્રમ્પ જ રિપબ્લિકન પાર્ટીથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે.

અમેરિકી રાષ્ટ્પતિ ટ્રમ્પ આગામી વર્ષે થનારા રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટીકના નેતા તથા પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડેનથી પાછળ ગયા છે. રવિવારે ઈશ્યૂ એનબીસી ન્યૂઝ અને વોલ સ્ટ્રીટ જર્નલના સર્વેમાં બાઈડેનને રજીસ્ટર્ડ મતદારોમાં 51 ટકા સમર્થન મળ્યું. જ્યારે ટ્રમ્પને 45 ટકા લોકોને સમર્થન મળ્યું. ટ્રમ્પને મુખ્ય રુપે પુરુષ, ગ્રામીણ અને વૃદ્ધ લોક પસંદ કરે છે.

તજજ્ઞો 2020ના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની સફળતાના સામે આશ્વસ્થ નથી. 2016માં ટ્રમ્પએ ડેમ્પોક્રેટિક પાર્ટીના ત્રણ મજબૂત આધાર મિશિગન, પેન્સિલ્વેનિયાસ વિસ્કાંસિનમાં જીત હાંસલ કરી હતી જો તેમને ફરીથી રાષ્ટ્રપતિ બનવું હોય તો ગત સફળતા રિપીટ કરવી પડશે.

રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ટ્રમ્પ વિદેશીઓની ઘૂસણખોરીને લઈને સખ્ત મુળને ફરી લોકો સામે લાવશે. તે ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકામાં ઘૂસવા ન દેવા પોતાના જુના વાયદા ફરીથી લોકો સામે મુકશે. તે ઉપરાંત મેક્સિકો સીમા પર બની રહેલી દિવાલને પણ પોતાની સફળતાના રૂપે ગણાવશે. આ દિવાલને બનાવવામાં આવી રહેલા ખર્ચાને લઈને ઉઠેલા વિવાદને પણ શાંત કરવાના પ્રયત્નો કરી શકે છે.

ઉપરાંત તે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારના સામે ભડકઉ પ્રચર અભિયાન પણ લોન્ચ કરશે. તેના માટે તેમની ટૂમ અભિયાનમાં 7 હજાર કરોડ રૂપિયા ખર્ચો કરવાની તૈયારીમાં છે. તેમની ટીમ અત્યાર સુધી એટલો ખર્ચ કી ચુકી છે જેટલો કોઈ પણ રાષ્ટ્રપતિ બીજીવાર ચૂંટણીમાં ખર્ચ નથી થયો.