મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ઓસામા બિન લાદેનના નામથી આજે લગભગ કોઈ અજાણ નથી. પૂર્વ અલકાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનના પુત્ર અને અલકાયદાના નવા ઉત્તરાધિકારી હમજા બિન લાદેનના મોત થયાની જાણકારી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ દ્વારા આપવામાં આવી છે.

આ માહિતી સમાચાર એજન્સી એએફપીએ આપી છે. જોકે આવું પહેલીવાર બન્યું નથી કે જ્યારે હમજા બિન લાદેનના મોતની માહિતી સામે આવી હોય. આ અગાઉ, મીડિયા રિપોર્ટમાં ગત મહિને પણ દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાએ ગુપ્ત જાણકારી પ્રાપ્ત કરી કે ઓસામાનો દિકરો મરી ગયો છે.

આ જ વર્ષે માર્ચ મહિનામાં પણ અમેરિકાએ હમજા બિન લાદેનની જાણકારી આપનારને 10 લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ કહ્યું કે હમજા પોતાના પિતાના મોતનો બદલો લેવા તેમના પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યો છે. તેને જોતાં હવે આટલા મોટા ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.

ત્યાં જ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ હમજા બિન લાદેનનું નામ પોતાની પ્રતિબંધીત યાદીમાં નાખી દીધું હતું. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને અમેરિકાની તરફથી હમજાન ેલઈને મોટા નિર્ણય લીધા બાદ સાઉદી અરબએ પણ હમજાની નાગરિક્તા રદ્દ કરી દીધી હતી.