મેરાન્યૂઝ નેટવર્ક.વોશિંગટનઃ અમેરિકામાં રહેનાર એક 33 વર્ષિય શખ્સએ કથિત રીતે પોતાની પત્નીને ચાકુ મારીને ફક્ત એટલે મારી નાખી કારણ કે તે બોલીવુડના અભિનેતા હૃતિક રોષનને પસંત કરતી હતી. આરોપી પતિનું નામ દિનેશ્વર બુદ્ધિદાત છે. તેણે પોતાની 27 વર્ષની પત્ની ડોન્ને ડોજોયની ચાકુ મારીને હત્યા કરી દીધી છે. તે બારટેંડર તરીકે નોકરી કરતી હતી.

પત્નીની હત્યા બાદ તેણે ઝાડ સાથે ફાંસી લગાવી લીધી હતી. ડોજોયના દોસ્તોએ પોલીસને કહ્યું કે બુદ્દિદાત પોતાની પત્નીથી ઘણો શંકાશિલ હતો કારણ કે તે હૃતિકની બહુ મોટી ફેન હતી. તેમણે કહ્યું કે અભિનેતા માટે તેના પ્રેમને કારણે જ તેની હત્યા થઈ છે.

52 વર્ષની માલા રામધનીએ કહ્યું, તેણે મને કહ્યું હતું કે જ્યારે તે ઘરમાં હૃતિકની કોઈ ફિલ્મ કે ગીત જોએ તો તે તેને બંધ કરી દેવાનું કહેતો કારણ કે તેને તેનાથી ઈર્ષ્યા થતી હતી. જે કોઈ ફિલ્મમાં હૃતિકે કામ કર્યું છે તો તેને તે જોવા માગતી હતી.

રિપોર્ટ્સનું કહેવું છે કે ડોજોય જે ઘરમાં પોતાના પતિ સાથે રહેતી હતી ત્યાંથી જઈ રહી હતી પરંતુ ફિલ્મ જોવા અને બુદ્ધિદાતના સાથે સમય વિતાવવા માટે રોકાઈ ગઈ હતી. પરંતુ સાંજે બુદ્ધીદાતએ ડોજોયની બહેનને મેસેજ મોકલીને કહ્યું કે તેણે તેણીને મારી નાખી છે અને ઘરની ચાવી ફુલોના બુકેના નીચે મુકી છે.

આરોપીએ પત્નીની લાશને એપાર્ટમેન્ટમાં જ છોડી દીધી અને ખુદ પાસેના પાર્કમાં જઈ ફાંસી લગાવી દીધી હતી. બંને જુલાઈમાં જ લગ્ન સંબંધે જોડાયા હતા. ડોજોયના દોસ્ત રોડએ કહ્યું કે, મને લાગે છે કે તે તેને પ્રેમ કરતી હતી પરંતુ તે તેના પ્રત્યે જનુની હતો. તે સારી દેખાતી હતી અને હંમેશા પૈસા કમાઈ લેતી હતી. તે જ કારણે તે તેનાથી ઈર્ષ્યા કરતો હતો.